ગુજરાત

એએમસી દ્વારા ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે; એક સ્ટોલ દીઠ ૧૫ હજાર રહેશે ભાડુ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લૉ ગાર્ડન વિસ્તારમાં રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ એએમસી એ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે એએમસી દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે, ત્યારે અગાઉના ૩૬ સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લૉ ગાર્ડન ખાતે વર્ષ ૨૦૧૯માં એએમસીએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ખાણીપીણી સહિતના ૩૬ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ પછી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પહેલા અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કર્યું હોવાથી સ્ટોલ ધારકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે તંત્રએ ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે, ત્યારે ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને એક સ્ટોલ દીઠ ૧૫ હજાર ભાડુ રહેશે.

Related Posts