અમેરિકા અને ઉત્તર કોરિયા ફરી એકવાર સામસામે

ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર, અન્ય યુએસ સૈન્ય પ્રવૃત્તિઓના જવાબમાં કાયર્વાહીની ધમકી આપીઉત્તર કોરિયા અને અમેરિકા ફરી એકવાર સામસામે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુએસ સૈન્ય પ્રવૃત્તિઓના જવાબમાં કાયર્વાહીની ધમકી આપવામાં આવી છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગની ધમકી બાદ એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયા હવે હથિયાર પરીક્ષણની કામગીરીને વેગ આપશે. બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘હું બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે કિમ જાેંગ ઉનનો સંપર્ક કરીશ.‘
આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો અનુસાર, એક નિવેદનમાં કિમ યો જાેંગે અમેરિકા પર ઉત્તર કોરિયા પ્રત્યે તેના સંઘષર્ના ઈરાદા દર્શાવવાનો આરોપ લગાવ્યો. કોરિયન દ્વીપકલ્પમાં અમેરિકાના વ્યૂહાત્મક સંસાધનોની તૈનાતી ઉત્તર કોરિયાની સુરક્ષા પર પ્રતિકૂળ અસર કરે છે. રવિવારે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિન્સન અને તેનું ‘સ્ટ્રાઈક‘ ગ્રુપ દક્ષિણ કોરિયા પહોંચ્યું હતું.
આ મામલા ના સંબંધમાં એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાએ થોડા દિવસો પહેલા હથિયારોનું પરીક્ષણ કર્યું હતું. તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ જહાજાેનો કાફલો દક્ષિણ કોરિયા મોકલ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કિમ જાેંગ ઉનને ‘સ્માર્ટ ગાય‘ કહ્યા હતા. જાે કે હવે તેમની સરકાર ઉત્તર કોરિયા સામે કડક વલણ અપનાવી રહી છે. અગાઉ ઓક્ટોબરમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ કોરિયા મની મશીન છે અને હવે તેમને દર વર્ષે ૧૦ અબજ ડોલર ચૂકવવા પડશે. દક્ષિણ કોરિયામાં ૨૮ હજારથી વધુ અમેરિકન સૈનિકો તૈનાત છે.
Recent Comments