અમેરિકા દ્વારા મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા

ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં, મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ પાસે હવે અમેરિકન વેપાર કાયર્વાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આ જાહેરાત બાદ એક મહિના માટે ટેરિફ અગાઉ બંધ કરવામાં આવ્યા હતા, જેનાથી કેનેડા અને મેક્સિકો સાથે રાજદ્વારી વાટાઘાટો માટે જગ્યા મળી.
ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,‘ચોથી માચર્થી કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદવામાં આવશે. તે પહેલાથી જ શરૂ થઈ ગયું છે.‘ આ ઉપરાંત ટ્રમ્પે ચીની આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલા ૧૦% ટેરિફને ૨૦% સુધી વધારવાનો આદેશ પણ આપ્યો છે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. ફેન્ટાનાઈલના ગેરકાયદે વેપાર સામે લડવા માટે ચીને હજુ સુધી કોઈ નક્કર વ્યૂહરચના વિકસાવી નથી.
ઉલ્લેખનીય છે કે, ટેરિફમાં વધારો થવાની સંભાવનાએ વૈશ્વિક અર્થતંત્રને પહેલાથી જ ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. ગ્રાહકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જાે અમેરિકાના બે મુખ્ય વેપારી ભાગીદારો, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવામાં આવે તો ફુગાવો વધી શકે છે અને ઓટો ક્ષેત્રને અસર થઈ શકે છે.
Recent Comments