બાંગ્લાદેશમાં ગત વર્ષે ઓગસ્ટમાં ભારે રાજકીય ઉથલપાથલ થતા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો, ત્યાર બાદ હવે ફરીથી અશાંતિ ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. દેશમાં સેનાએ આડેધડ ધરપકડોની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેનાનું કહેવું છે કે, અમે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ, બાંગ્લાદેશી સેનાએ દેશભરમાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. સેનાએ ગત મહિને ૨૧૮૮ લોકોની ધરપકડ કરી હતી. સૌથી ચોંકવનારી વાત એ છે કે, ઢાકામાં ટેંકો ઉતારવાની સાથે સેનાના હજારો જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં અનેક વિસ્તારોમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. સેના સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. બીજીતરફ આ દરમિયાન ધરપકડોની સંખ્યામાં અચાનક વધારો થતા ત્યાં ભારે ઉથલપાથલ જાેવા મળી રહી છે. સેનાના જવાનો સશસ્ત્ર વાહનો અને જીપો સાથે રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે.
બાંગ્લાદેશની સ્થાનિક મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘સેનાના જવાનો દેશની રાજધાની ઢાકામાં ટેંકો અને જીપો સાથે પેટ્રોલિંગ કરતી જાેવા મળી રહ્યા છે. આર્મી હેડક્વાર્ટરના કર્નલ શફીકુલ ઇસ્લામે ૧૭ એપ્રિલે કહ્યું હતું કે, એપ્રિલના મધ્ય સુધીમાં છેલ્લા બે મહિનામાં ૨૪૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ એપ્રિલથી મેમાં વધુ ૨૦૦૦ લોકોને કસ્ટડીમાં લેવાયા છે.
આ મામલે એક વાત મહત્વની છે કે, દેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે ૨૩મી મેએ દેશને સંબોધન કર્યું હતું. તેમણે હાલની સ્થિતિને જાેતા રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુનુસનું કહેવું છે કે, દેશમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી રાજકીય પાર્ટીઓ સાથે મળીને કામ કરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. મોહમ્મદ યુનુસે ગુરૂવારે (૨૨ મે) ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઇસ્લામે કહ્યું કે, ‘અમે સવારથી સર યુનુસના રાજીનામાંની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી હું આ મામલે ચર્ચા કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે, હું આ વિશે વિચારી રહ્યો છું. હું બંધક જેવું અનુભવી રહ્યો છું. મને લાગે છે કે, હાલની સ્થિતિમાં કામ ન કરી શકાય. જ્યાં સુધી રાજકીય પાર્ટી સામાન્ય સંમતિ સુધી નથી પહોંચતા, હું કામ નહીં કરી શકુ.‘
બાંગલાદેશમાં ફરી ઉથલપાથલ ની આશંકા વચ્ચે સેનાએ આડેધડ ધરપકડની કાર્યવાહી ધરપકડ મામલે સેનાનું કહેવું છે કે, અમે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છે

Recent Comments