BZ કોભાંડ વચ્ચે શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી દેખાયા, સમગ્ર જિલ્લામાં માહોલ ગર્માયો
સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ૨૧ દિવસ પહેલા મ્ઢ પોન્ઝી સ્કીમની ઓફિસો સહીત અલગ અલગ સ્થળો પર ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમે રેડ કરીને વિવિધ મુદામાલ કબ્જે કર્યો હતો. મ્ઢ પોન્ઝી સ્કીમમાં સૌથી વધારે શિક્ષકો ફસાયા હતા, છતાં પણ જિલ્લાના શિક્ષણાધિકારીએ શિક્ષકો પર કાર્યવાહી ન કરીને શિક્ષણાધિકારી રજા પર ઉતરી ગયા, તેથી જિલ્લામાં માહોલ ગર્માયો છે. મ્ઢ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવવા માટે ઝ્રઈર્ં ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો રોકાણકારોને સ્કીમમાં રોકાણ કરાવવા માટે વિવિધ લોભામણી લાલચ તેમજ વિદેશ ટૂર સહિત લક્ઝરીયસ કાર પણ ગિફ્ટમાં આપવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર બાબતે ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમે સર્ચ હાથ ધરી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ૬ હજાર કરોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ત્યારબાદથી આજદિન સુધી મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર મોટાભાગના રોકાણકારો શિક્ષકો હોવાનું માહિતી મળી રહી છે. સાથોસાથ શિક્ષકો સહિત અન્ય લોકોને સ્કીમમાં રોકાણ કરાવવા માટે શિક્ષકોને એજન્ટ બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સ્કીમમાં મ્ઢ ગ્રૂપ દ્વારા આપવામાં આવતી લક્ઝરિયસ કાર, મોંઘાદાટ મોબાઇલ ફોન, સહીત વિદેશની ટૂર કરતા શિક્ષકો અને એજન્ટોના વિડિઓ સામે આવ્યા છે. ત્યારે ૨૧ દિવસ જેટલો સમય વીત્યો છે અને સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું ધ્યાને આવ્યું છે. જાેકે સૌથી વધુ રોકાણકારો શિક્ષકો હોવાનું ધ્યાને આવ્યા બાદ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓમા મોટાભાગના ટેબલો ખાલી જાેવાં મળી રહ્યા છે. લેખીત ફરિયાદ બાદ જાણવાજાેગ વિગતો પણ તંત્રને આપી હોવા છતાં એજન્ટો શિક્ષકો વિરુદ્ધ કાયૅવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે.
સરકારી પ્રાથમિક સહિતની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો એજન્ટ હોવાના પુરાવા સામે આવ્યા બાદ પણ વિભાગીય કચેરી દ્વારા આજદિન સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી ન થતાં એજન્ટ શિક્ષકો થકી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર મોટાભાગના રોકાણકારોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એક તરફ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૬ હજાર કરોડની પોન્ઝી સ્કીમનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેની વરચે જિલ્લાની શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી જાેવાં મળ્યા હતા, જેથી કરીને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. હાલના સમયે સાબરકાંઠા અરવલ્લી સહિતનાં વિસ્તારોમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારોને એજન્ટો દ્રારા સોશિયલ મીડિયા થકી સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ત્યારે હાલ ૬ હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો ભૂગર્ભમાં જતા રહેતાં મોટાભાગના રોકાણકારોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ સરકારી નોકરીઓ કરતા કર્મચારીઓ એજન્ટ બની રોકાણકારોને રોકાણ કરાવનારાઓ સામે તંત્ર દ્વારા આજદિન સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો ઉદભવી રહ્યાં છે.
Recent Comments