fbpx
બોલિવૂડ

છૂટાછેડાની ચર્ચા વચ્ચે એશ્વર્યા રાયે મહિલાઓના શોષણ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં એશ્વર્યા રાય રસ્તા પર થઈ રહેલા મહિલાઓ સાથેના શોષણ પર વાત કરી નજરે પડી બોલિવુડમાં હાલમાં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. આ અફવાઓ વચ્ચે પરિવારનું હજુ સુધી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.તેમજ થોડા દિવસ પહેલા અભિષેક બચ્ચનને એશ્વર્યા રાયના વખાણ કર્યા હતા.તેમણે કહ્યું તે કામ કરે છે સાથે દીકરી આરાધ્યાનું પણ ધ્યાન રાખે છે. આ માટે આભાર પણ માન્યો હતો. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે.બોલિવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મહિલાઓ વિરુદ્ધ હિંસા વિશે વાત કરતી જાેવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એશ્વર્યા રાય રસ્તા પર થઈ રહેલા મહિલાઓ સાથેના શોષણ પર વાત કરી રહી છે. એશ્વર્યા રાય એક કોસ્મેટિક બ્રાન્ડ સાથે જાેડાયેલી છે. તે આ બ્રાન્ડની એમ્બેસેડર પણ છે. બ્રાન્ડ માટે તેમણે પોતાનો એક પ્રોફેશનલ વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે કોઈ પ્રોડક્ટ નહિ પરંતુ મહિલાઓ સાથે રસ્તા પર થઈ રહેલા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. આ વીડિયોમાં તેમણે કેપ્શન પણ આપ્યું છે, લોકોને મહિલાઓ સાથએ થઈ રહેલી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવાની પણ વાત કરી છે. તેમજ લોકોને કંપનીના ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે જાેડવાની પણ વાત કરી છે. વીડિયોમાં એશ્વર્યા રાય કહી રહી છે કે તમારા ડ્રેસ અને લિપસ્ટિકને દોષ ન આપો. મહિલાઓના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો.અભિષેક બચ્ચન વિશે વાત કરીએ તો તે હાલમાં પોતાની ફિલ્મને લઈ ચર્ચામાં છે અને પ્રમોશનમાં વ્યસ્ત છે.એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન એ સ્ટાર કિડમાંથી છે. જે ખુબ લાઈમ લાઈટમાં રહે છે. આરાધ્યા માત્ર એશ્વર્યાની દિકરી નથી. પરંતુ બચ્ચન પરિવારની લાડકવાયી પૌત્રી પણ છે.

Follow Me:

Related Posts