અમરેલી

ગરમીમાં ધખતા તાપ વચ્ચે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખેતરે પહોંચ્યા: સવડુ હાંકી ખેતર ખેડતા મંત્રી

આજરોજ અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ગરમીના ધોમ ધખતા તપારા વચ્ચે સનાળા મુકામે ખેડૂત શ્રી રમેશભાઈના ખેતરે પહોંચ્યા હતા. જ્યાં ધરતીપુત્ર એવા કૃષિ મંત્રી શ્રીએ ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન – ટ્રેક્ટર વીથ સવડુ હાંકીને ખેતર ખેડવાનો અનેરો આનંદ માણવાની સાથે ખેડૂતપુત્રોને ખેતી માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ “સત્તાના શિખરે પણ વિસરાયા નથી સંસ્કાર” આ ઉક્તિને સાર્થક કરતા પોતાનો ભૂતકાળ વાગોળ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર સદૈવ રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા સાથે કામ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં કમોસમી વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક રૂ.૧૦ હજાર કરોડનું રાહત પેકેજ ત્વરાએ પંચરોજકામના આધારે આપીને ખેડૂતોને ઉદાર હાથે મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે,  સનાળા મુકામે અમરેલી લોકસભા સંસદ સભ્ય અને ખેડૂતપુત્ર શ્રી ભરતભાઈ સુતરિયા પણ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે ખેતરમાં ખેડ માટે સવડુ હંકારવા સાથે જોડાયા હતા.

Related Posts