ગુજરાત

સૌપ્રથમ અમિત શાહે લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા કર્ણાવતી મહાનગરને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. રવિવારે સવારે લાલ દરવાજા વિસ્તારમાં અતિ પ્રાચીન નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે. 

તે પછી ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે.

ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કર્ણાવતી મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ કરાયુ છે. જેમાં પ્રથમ સાબરમતી ખાતે આવેલા આહવાડીયા તળાવમાં વૃક્ષારોપણ, ત્યાર પછી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણ કર્યું છે.

અમદાવાદના સરદારબાગ ગાર્ડન, જેને UNM ફાઉન્ડેશને PPP મોડેલ પર તૈયાર કર્યું છે, તેનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. બાદમાં અમિત શાહ ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં સ્થિત આયુષ્યવનની મુલાકાત લઇ અને ત્યાં વૃક્ષારોપણ કર્યું છે. ઉપરાંત ત્યાં જ વિવિધ ચેરમેન સેક્રેટરી સાથે મુલાકાત કરી અને એક હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું છે.

વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ તરીકે તેમના મતવિસ્તારમાં અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું છે. જે બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી.

મહત્વપૂર્ણ છે કે, શનિવારે 30મી ઓગસ્ટ એ તેમણે મોડી સાંજે શહેરના જોધપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે જાહેર ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા હતાં. તેમજ આજે પણ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં Amit Shah હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે.

Related Posts