પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કમિટીની પુન:રચના કરવામાં આવી હતી. ઉપરાંત પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રિન્યુઅલ રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રીભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. જિલ્લા કલેક્ટરશ્રીએ બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર રીતે આ પ્રકારના કૃત્યો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે, જે બાબતે અમરેલી જિલ્લામાં જાહેરનામું અમલી કરવામાં આવ્યું છે.
બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇ.એમ.એ.) અમરેલીના પ્રમુખ શ્રી ડૉ. ગજેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોષી સહિત પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments