મહારાષ્ટ્રમાં યોજાયેલી 29 કોર્પોરેશનઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોના પ્રચંડ વિજયને વધાવવા
માટે આજે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
ખાસ કરીને મુંબઈ, નાગપુર અને પૂણે મહાનગરપાલિકામાં ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતને પગલે અમરેલીના
કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી.
મહારાષ્ટ્રની ૨૯ પાલિકાઓમાંથી ૨૪થી વધુ પાલિકામાં ભાજપ અને સાથી પક્ષોએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. મુંબઈ
મહાનગરપાલિકાની કુલ બેઠકો પૈકી ભાજપ અને સાથી પક્ષોએ ૧૧૮ બેઠકો જીતીને વિજયનો નવો ઇતિહાસ રચ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપના વિજય ઉત્સવની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલી ખાતે કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ
કાનાણીની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાએ મોદીજીના નેતૃત્વ પર અતુટ વિશ્વાસ મૂક્યો છે.
આ જીત માત્ર મહારાષ્ટ્રની નથી, પરંતુ ભાજપના પ્રત્યેક કાર્યકરની છે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણીએ
જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષોનો જે ભવ્ય વિજય થયો છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની
વિકાસલક્ષી નીતિઓ અને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. ખાસ કરીને મુંબઈમાં વર્ષોથી લોકો પરિવર્તનની રાહ
જોતા હતા, જે આજે ભાજપના ભગવા લહેરાવાની સાથે પૂર્ણ થઈ છે. મહારાષ્ટ્રની જનતાએ વિપક્ષોના જૂઠાણાંને નકારીને
ફરી એકવાર વિકાસ અને વિશ્વાસને પસંદ કર્યો છે.
આ વિજયોત્સવમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના પ્રમુખો અને મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો, મહારાષ્ટ્ર કોર્પોરેશનોમાં ભવ્ય જીતને વધાવતું જિલ્લા ભાજપ


















Recent Comments