અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે પં. દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ ભાવવંદના કરવામાં આવશે

જનસંઘનાં સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયની
પુણ્યતિથિએ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
ભારતીય જનતા પક્ષનાં આદર્શ પં. દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિવસને પાર્ટી દ્વારા “સમર્પણ દિન” તરીકે
મનાવવામાં આવે છે. તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં વડપણ હેઠળ પ્રદેશ ભાજપ અગ્રણી અને
ભાવનગર મહાનગરનાં પૂર્વ પ્રમુખ અભયસિંહ ચૌહાણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને પંડિતજીના જીવન વિશે તેમજ
તેમની સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે કાર્યકરોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીનાં જીલ્લાભરનાં
આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહેશે,કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ અને કાર્યક્રમનાં ઈન્ચાર્જ દિપકભાઈ
વઘાસિયા, સહ ઈન્ચાર્જ મૂકેશભાઈ ખોખરિયા તથા સાગરભાઈ સરવૈયા જહેમત ઉઠાવી રહ્યાં છે તેમ જીલ્લા ભાજપની યાદીમાં
જણાવ્યું છે.

Related Posts