અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત આભિયનઅંતર્ગત કર્યાશાળા યોજાઈ, ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’

ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીજીના નેતૃત્વમાં સ્વદેશી અંગે સમાજમા જાગરૂકતા વ્યાપે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં
‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ નો પ્રારંભ થયો છે, જેના ભાગ રૂપે આજે અમરેલી જિલ્લા
ભાજપ આયોજિત – અજમેરા સ્કૂલના વર્ધમાન હોલ ખાતે “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”
ની જીલ્લા કાર્યશાળા યોજાઈ હતી, જેમા મુખ્ય વક્તા તરીકે રાજકોટના ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન
શાહ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જશ્રી સુરેશભાઈ ગોધાણી,
વિધાનસભાના નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અને ધારાસભ્યશ્રી
મહેશભાઈ કસવાલા, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા,
શ્રી મયુરભાઈ માંજરીયા, શ્રી ભાવનાબેન ગોંડલીયા સહિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની
જીલ્લાની ટીમ, જિલ્લા ભાજપના અગ્રણીઓ, સહકારી આગેવાનો, ચુંટાયેલા સભ્યો સહીત
અપેક્ષીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts