ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા પ્રદેશ ભાજપ ટીમ, મીડિયા ઇન્ચાર્જ તેમજ મોરચાના પ્રમુખોની
જાહેરાત કરવામાં આવી. અનુભવી, યુવાનો, મહિલાઓના સમન્વય સહિત રાજ્યના સમગ્ર વિસ્તારને સંગઠનમાં પ્રતિનિધિત્વ આપવામાં
આવ્યું છે.
જેમાં ધારી તાલુકાનાં દીતલાના વતની અને મંડલ યુવા ભાજપના પ્રમુખથી લઈને જીલ્લા યુવા મોરચાના પ્રમુખ, પ્રદેશ યુવા
મોરચાના મહામંત્રી તેમજ અમરેલી જીલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કિસાન મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવતા હિરેનભાઈ
હીરપરાની પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. યુવા વયથી જ ભાજપ સંગઠનમાં સક્રિય રહેલાં કિસાન અગ્રણીને
અગત્યની જવાબદારી મળતાં જીલ્લાભરનાં કાર્યકરોમાં હરખની હેલી ચઢી છે. નિમણૂંક બાદ પ્રથમવાર અમરેલી આવી રહેલા સરળ સ્વભાવના
આગેવાન હિરેન હીરપરાને આવકારવા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં નેતૃત્વમાં જીલ્લા ભાજપનાં આગેવાનો, ચુંટાયેલા
જનપ્રતિનિધિઓ, મંડલ પ્રમુખ-મહામંત્રી, હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિત જીલ્લાનાં
સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહેશે. પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ બપોર બાદ 3 કલાકે, અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે પધારતાં હોય
સૌ કાર્યકર્તા મિત્રોએ ખેડૂત નેતાના અભિવાદન માટે બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું નોતરૂ પાઠવ્યું છે. તેમ જીલ્લા ભાજપની યાદીમાં
જણાવ્યું છે.
પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હીરપરાને વધાવશે અમરેલી જીલ્લા ભાજપ


















Recent Comments