અમરેલી

અમરેલી જીલ્લા બ્લડ બેંકને થેલેસેમિયા અને સગર્ભામાતા ઓ માટે 45 બોટલ લોહીની જરૂરિયાત પડતા સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે રક્તદાન કેમ્પ કરીને 61 બોટલ રક્ત અર્પણ કર્યું.

આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ઘોબા દ્વારા ઘોબા ગામે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જીલ્લા બ્લડ બેન્કમાં 45 બોટલ જ લોહી હોવાથી થેલેસમિયા રોગ ધરાવતા બાળકો અને સગર્ભા માતા ઓને ફક્ત લોહીની વ્યવસ્થા માટે બહાર જવું પડતું હતું ત્યારે આયુષ્યમાન આરોગ્ય ઘોબા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા તથા અનુભવી તથા અવાર નવાર રક્તદાન કરતા દાતાઓ દ્વારા 61 જેટલી લોહીની બોટલ આપી યોગદાન આપ્યું હતું જેમાં દિવ્યાંગભાઈઓ દ્વારા પણ લોહીનું દાન આપી લોકોમા રક્તદાન પ્રત્યે જાગૃતતા ને વધારી હતી આ ઇમરજન્સી કેમ્પ ને સફળ બનાવવા અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ અને આરોગ્ય અધિકારીઓ ડો. જાટ સાહેબ, સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના, ડો. મુકેશસિંગ, મોટાઝીંઝુડા મેડિકલ ઓફિસર ડોક્ટર એમ.આર. પારઘી, ડો. સચિનભાઈ, ડોક્ટર વૃશંક તથા ઘોબા ગામના પટેલ સમાજ યુવા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી અને રકતદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Related Posts