અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, સ્વાગત કાર્યક્રમ, નાગરિકોના જૂના પ્રશ્નોનું નિવારણ, પીએમ વિશ્વકર્મા, પીએમ જન આરોગ્ય, આવાસ, સ્વામીત્વ, ગંગાસ્વરૂપ આર્થિક સહાય સહિતની યોજનાઓની લાભાર્થીઓને સહાય ઉપરાંત પીવાના પાણીના પ્રશ્નો, વીજ પુરવઠા અને કનેકશનને લગતી બાબત તથા જમીન ફાળવણીને લગતી જરુરી કાર્યવાહી ત્વરાએ થાય તે જોવા દિશાનિર્દેશો આપ્યા હતા. વધુમાં કચેરીઓની કામગીરીને વ્યાપક પ્રમાણમાં નાગરિકોને જાણકારી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કાર્યરત થવા સૂચના આપી હતી.
વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાળા, રાજુલા-જાફરાબાદ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, લાઠી-બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ – ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિસ્તારોના રસ્તા, વીજળી, પીવાનું પાણી, જમીન પાણી, ચેક ડેમ, અગરિયાઓના પ્રશ્નો, સહકારી મંડળી, વાસ્મોની કાર્યવાહી, વિવિધ યોજનાકીય સહાય સહિતની બાબતે ઘટતું થાય તે માટે ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરી હતી, આ સંદર્ભે અમરેલી જિલ્લા કલેકટર શ્રીએ સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
જિલ્લાની વિવિધ વાજબી ભાવની દુકાનના લાયસન્સની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, શેત્રુંજી નાયબ વન સંરક્ષક શ્રી જયન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, પાણી પુરવઠા, જળસિંચન, વન, પોલીસ, એસ ટી, નગરપાલિકા તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments