અમરેલી

રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતે નવીનીકરણ પામેલાજનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવતા અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતેના નવીનીકરણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો, તેમણે આ કેન્દ્રનું નિરિક્ષણ કર્યુ હતું.

આ જન સેવા કેન્દ્રમાં, અરજદારોને ગરમીથી રાહત મળે તે માટે નવીનીકરણ પામેલા જન સેવા કેન્દ્રમાં વાતાનુકૂલિતની પણ સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

આ અપગ્રેડેડ જનસેવા કેન્દ્રમાં નાગરિકો અને અરજદારો માટે બેસવાની આરામદાયક વ્યવસ્થા, પ્રતીક્ષા (વેઇટિંગ) કક્ષ, પીવાના પાણી સહિતની જરુરી પ્રાથમિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સાથે નાગરિકોને કેન્દ્ર રાજ્ય – સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે પણ જરુરી સુવિધાઓ માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. વધુમાં વરિષ્ઠ નાગરિકોને (સિનિયર સિટિઝન્સ) ઓછી તકલીફ રહે તે માટે તેમને વિશેષ પ્રાથમિકતા મળી રહે તે હેતુસર અલગથી બારી અને લાઇન થઇ શકે તેવી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે.
તાઉતે વાવાઝોડાને લીધે થયેલી સ્થિતિને કારણે આ જનસેવા કેન્દ્રના નવીનીકરણની આવશ્યકતા વર્તાતી હતી. મહેસુલ વિભાગના અનુદાનમાંથી રાજુલા ખાતેના આ જનસેવા કેન્દ્રને અપગ્રેડેડ કરવામાં આવ્યું છે, તેમ રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Posts