તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના દેવા માફ કરવા માટે તા. ૦૭ /૧૧/૨૦૨૫ થી “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ લાઠી -બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ખેડૂતોની માંગણી અને લાગણી મુજબ “ખેડૂતો નાં ખેતી દેવા માફ” માટે પ્રતિક ધરણા કરતા પ્રતાપભાઇ દુધાત, પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ નરેશભાઈ અધ્યારુ, રફિકભાઈ મોગલ, શાંતિલાલ રાણવા,સુરેશભાઈ ગોયાણી, જીતુભાઇ વાળા, નાનું લાડોલા, કાનભાઈ ગાંગડિયા ,રાજેશભાઈ ખાંભુ, મહેશભાઈ બોરીચા,વિપુલભાઈ પરમાર,અહેમદભાઈ શેખ, ઇમ્તિયાઝભાઈ, મહેન્દ્રભાઈ સેજૂ, સંજયભાઈ સેજૂ, રાજભાઈ ચાડ, વજુભાઈ વામજા, મયુરભાઈ આસોદરીયા, મનુભાઈ વિરાણી,ભરતભાઈ લાડોલા, મુકેશભાઈ ડેર,સુરેશભાઈ ડેર, ભોપાભાઈ વાવડીયા, પુનાભાઈ વાવડીયાજીગરભાઈ જયસ્વાલ ,,નરેશભાઈ અધ્યારુ, રફિકભાઈ મોગલ, શાંતિલાલ રાણવા, જસમતભાઈ ચોવટિયા,બાવાલાલ હિરપરા, ધીરુભાઈ વહાણી, વિવેક સાકરીયા, મુસાભાઈ, માંડણ ભાઈ મૂંધવા, હરેશ ભાઈ મેવાડા વકીલ,વિજય ઝાપડીયા, કાંતિભાઈ પરનાળિયા, બિપિન વસાણી, ચીતરંજન છાટબાર, શિવાભાઈ સરપંચ, વગરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓની માંગણી મુજબ લાઠી-બાબરા તાલુકા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય નહી. પરંતુ ખેડૂતો નાં દેવા માફ કરવામાં આવે અને ખેડૂતો ને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકાર ને જગાડવાનું કામ હાથ ધરવામાં આવેલ અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો સાંભળવામાં આવેલ તેમજ ખેતી સાથે જોડાયેલ અન્નદાતા અને જગત ના તાત ની આજે જે મનોદશા છે તેમને વાચા આપવવા આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે. તેમાં આ બન્ને તાલુકા નાં ખેડૂતો સયંભૂ જોડાયેલ ત્યારે મહાનુભાવો તેમના પ્રવચનો માં જણાવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારેલાઠી અને બાબરા તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો સાથે તેમના ખેતરમાં નુકશાની પામેલ કપાસ લઈને ખેડૂતો આવેલ હતા, આમાં ખેડૂતો એ માત્ર તેમના દેવા માફ સિવાઈ કશું નાં ખપે તેવી વાત કરેલ હતી, આ સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ લાઠી અને લીલીયા તાલુકા ભરના ખેડૂતો અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા
આમ તા. ૦૭/૧૧/૨૦૨૫ થી અમરેલી જિલ્લા માં “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા કોઈ રાજકારણ નહિ પરંતુ એક ખેડૂત પુત્ર હોવાના નાતે પાર્ટી કે પક્ષ પક્ષપાત રાખ્યા સિવાઈ માત્ર ખેડૂતોની જે મહાદશા અને વેદના છે તેમને સમજીને સમગ્ર અમરેલી જીલ્લાના તાલુકાઓમાં જલ્દ કાર્યકમ અને ધરણા અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અખબારી યાદી માં જણાવેલ છે



















Recent Comments