અમરેલી

અમરેલી જિલ્લા  નાં લીલીયા અને સાવરકુંડલા તાલુકાઓ માં  ખેડૂતો નાં દેવા માફ માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસ

તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના દેવા માફ કરવા માટે તા. ૦૬ /૧૧/૨૦૨૫ થી “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ લીલીયા -સાવરકુંડલા  તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ખેડૂતોની  માંગણી અને લાગણી મુજબ “ખેડૂતો નાં ખેતી દેવા માફ” માટે પ્રતિક   ધરણા કરતા  પરેશભાઈ ધાનાણી, પૂર્વ વિરોધ પક્ષ નેતા તથા  પ્રતાપભાઈ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, કોગ્રેસ અગ્રણી, સંદીપભાઈ ધાનાણી, ટીકુભાઇ વરુ, હસુભાઈ સુચક સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ  નરેશભાઈ દેવાણી, હાર્દિકભાઈ કાનાણી,  અશ્વિનભાઈ ધામેલીયા હસુભાઈ બગડા, દીપકભાઈ સભાયા, ગોરધનભાઈ રાદડિયા, વિનુભાઈ ગુંદરણીયા, મહેશભાઈ જયાણી મહેશભાઈ ચોડવડીયા, રાજેભાઈ ચૌહાણ અશોકભાઈ ખુમાણ, જસુભાઇ ખુમાણ, અશોકભાઈ ચાવડા ખોડાભાઈ માલવિયા લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રમેશભાઈ પરમાર, રમેશભાઈ ગોહિલ, નીતિનભાઈ ત્રિવેદી, બહાદુરભાઇ બેરા, ભીખાભાઈ દેવાણી, દકુભાઈ બુટાણી, જગદીશભાઈ દેથળીયા, ચોથાભાઇ કસોટીયા, ભુપતભાઈ વિજયભાઈ કોગથીયા, કાન્તીભાઈ ડુંગરિયા  વગરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓની માંગણી મુજબ  લીલીયા અને સાવરકુંડલા  તાલુકા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય નહી. પરંતુ ખેડૂતો નાં દેવા માફ કરવામાં આવે  અને ખેડૂતો ને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકાર ને જગાડવાનું કામ હાથ ધરવામાં આવેલ  અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો  સાંભળવામાં આવેલ તેમજ ખેતી સાથે જોડાયેલ અન્નદાતા અને જગત ના તાત ની આજે જે મનોદશા છે તેમને વાચા આપવવા આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે. તેમાં આ બન્ને તાલુકા નાં ખેડૂતો સયંભૂ જોડાયેલ  ત્યારે મહાનુભાવો તેમના પ્રવચનો માં જણાવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારે લીલીયા અને સાવરકુંડલા તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો બળદ ગાડા અને ટ્રેકટર  સાથે તેમના ખેતરમાં નુકશાની પામેલ કપાસ લઈને ખેડૂતો આવેલ હતા, આમાં ખેડૂતો એ માત્ર  તેમના દેવા માફ સિવાઈ કશું નાં ખપે તેવી વાત કરેલ હતી, આ  સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ  લીલીયા અને સાવરકુંડલા તાલુકા ભરના ખેડૂતો અને  કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા 

આમ તા. ૦૬/૧૧/૨૦૨૫ થી અમરેલી જિલ્લા માં “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા કોઈ રાજકારણ નહિ પરંતુ એક ખેડૂત  પુત્ર હોવાના નાતે પાર્ટી કે પક્ષ પક્ષપાત રાખ્યા સિવાઈ માત્ર ખેડૂતોની જે મહાદશા અને વેદના છે તેમને સમજીને સમગ્ર અમરેલી જીલ્લાના તાલુકાઓમાં જલ્દ કાર્યકમ અને ધરણા  અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અખબારી યાદી માં જણાવેલ છે

Related Posts