તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના દેવા માફ કરવા માટે તા. ૦૪/૧૧/૨૦૨૫ થી “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ ધારી અને ખાંભા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ખેડૂતોની માંગણી અને લાગણી મુજબ “ખેડૂતો નાં દેવા માફ” માટે પ્રતિક ધરણા કરવામાં આવેલ હતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ વિરોધ પક્ષ નેતા તથા પ્રતાપભાઈ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા કોંગ્રેસ અગ્રણી, સુરેશભાઈ કોટડીયા, સંદીપભાઈ ધાનાણી,અશોકભાઈ ચાવડા ન્યાય સમિતિ ચેરમેન વગરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓની માંગણી મુજબ ધારી અને ખાંભા તાલુકા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય નહી. પરંતુ ખેડૂતો નાં દેવા માફ કરવામાં આવે અને ખેડૂતો ને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકાર ને જગાડવાનું કામ હાથ ધરવામાં આવેલ અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો સાંભળવામાં આવેલ તેમજ ખેતી સાથે જોડાયેલ અન્નદાતા અને જગત ના તાત ની આજે જે મનોદશા છે તેમને વાચા આપવવા આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે. તેમાં આ બન્ને તાલુકા નાં ખેડૂતો સયંભૂ જોડાયેલ ત્યારે મહાનુભાવો તેમના પ્રવચનો માં જણાવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારે ધારી-ખાંભા તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ તાલુકા ભરના ખેડૂતો આવ્યા હતા રવિભાઈ હીરાની ધારી કોંગ્રેસ સમિતિ ચમ્પુભાઈ વાળા તા.પંચાયત સભ્ય, અજયભાઈ વાળા, ઉ.પ્રમુખ જિલ્લા યુથ ઉપેન્દ્રભાઈ વાળા, કલ્પેશભાઈ ચાવડા, પ્રકાશભાઈ વેકરીયા, યુંનુશભાઈ ડી.બી. ભારોલા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ ધારી, ભીખુભાઈ ગેડિયા, કે.કે.ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ, ઇક્લ્બલભાઈ સવંટ પ્રતાપભાઈ વાળા, કાળુભાઈ રવિયા, જયંતીભાઈ ગોધાત, ભરતભાઈ હિરપરા, કિરીટભાઈ પટોળીયા, અલ્કેશભાઈ કોરાટ, રમેશભાઈ અંટાળા,વિશાલભાઈ માલવિયા, પ્રમુખ ચલાલા કોંગ્રેસ સમિતિ રોહિતભાઈ સરધારા, સરધારા, રમેશભાઈ કલસરિયા પ્રમુખ ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ, ભોળાભાઈ મોભ તા.પંચાયત સદસ્ય, નીરુભાઈ રાઠોડ, ઇન્દુભાઇ રાઠોડ, રમેશભાઈ નસીત, ગોપાલભાઈ પરમાર, નવનીતભાઈ અકબરી, ભનુભાઈ આંબલીયા, પરીખભાઈ, મગનભાઈ મકવાણા,તા.પ.સદસ્ય, ઇકાભાઈ બોઘાણી, વગેરે કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા
આમ તા. ૦૪/૧૧/૨૦૨૫ થી અમરેલી જિલ્લા માં “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા નાં દરેક તાલુકાઓ માં જલ્દ કાર્યકમ અને ધરણા અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અખબારી યાદી માં જણાવેલ છે



















Recent Comments