તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના દેવા માફ કરવા માટે તા. ૦૩/૧૧/૨૦૨૫ થી “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ કુકાવાવ-વડીયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ બગસરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માં ખેડૂતો સાથે સંવાદ અને તેમની માંગણી અને લાગણી મુજબ “ખેડૂતો નાં દેવા માફ” માટે ધરણા કરવામાં આવેલ હતા જેમાં પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધપક્ષ નાં નેતા અને પૂર્વ ધારાસભ્ય, અમરેલી તથા પ્રતાપભાઈ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા સત્યમભાઈ મકાણી પ્રમુખ કિસાન કોંગ્રેસ દ્વારા કુકાવાવ અને વડીયા તે,મજ બગસરા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય નહી. પરંતુ ખેડૂતો નાં દેવા માફ કરવામાં આવે અને ખેડૂતો ને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકાર ને આડેહાથ લેવામાં આવેલ અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારે કુકાવાવ –વડીયા તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ માં રવજીભાઈ પાનસુરીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમભાઈ મકાણી, કિસાન સંઘના પૂર્વ પ્રમુખ સાંગાભાઈ સાવલિયા, ટીસુભાઈ વાળા,રાજુભાઈ ભેસાણીયા, હકા ભાઈ ભરવાડ,બાબુભાઈ હિરપરા, જીતુભાઈ સાંગાણી, સાવરકુંડલા થી હસુભાઈ સૂચક, અમરૂભાઈ , ચંદુભાઈ ગોંડલીયા માજી સરપંચ , કેશુભાઈ સુહગીયા, ગીરીશ ગોંડલીયા, સંજય કસવાળા ,વિક્રમભાઈ સાંગાણી, સુખાભાઈ વાળા, જુનેદ ડોડીયા ,ભોમિત પાંધી તેમજ કુકાવાવ –વડીયા તાલુકા ભરના ખેડૂતો આવ્યા હતા તેમજ બગસરા તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ માં બગસરા કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઈ દુધાત, મંત્રી શ્રી અશોકભાઈ ગોંડલીયા, ભીમજીભાઈ ખૂટ, ભરતભાઈ આસોદરીયા, ચંદુભાઈ સતાણી, ગોપાભાઇ સતાસિયા, ભરતભાઈ ખૂટ, રામભાઈ માંડણકા, મગનભાઈ વેકરીયા, મગનભાઈ વઘાસીયા, નાગજીભાઈ કાપડીયા, દુલાભાઈ ગોંડલીયા, બાબુભાઈ હરખાણી, પરષોતમભાઇ હરખાણી, પરષોત્તમભાઈ બાબરીયા, નાગભાઈ ધાધલ, માનવભાઈ શેખ, તુષારભાઈ ડાભી, પાર્થભાઈ દેસાણી, લવાભાઇ રાદડીયા, બાબુભાઈ ગોપાણી, અનકભાઈ વાળા, હુસેનભાઈ હૈદર વગરે બગસરા તાલુકા ભરના ખેડૂતો આવ્યા હતા
આમ તા. ૦૩/૧૧/૨૦૨૫ થી અમરેલી જિલ્લા માં “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા નાં દરેક તાલુકાઓ માં જલ્દ કાર્યકમ અને ધરણા અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે.




















Recent Comments