અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપન્ન

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના પ્રાંગણમાં ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાનથી વિશેષ કંઈ નથીહું અવશ્ય મતદાન કરીશ‘ થીમ પર સંપન્ન થઈ હતી. 

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીશ્રીકર્મયોગીશ્રીઓ અને  BLOશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ મતદાન જાગૃત્તિ પોસ્ટર મેકીંગ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે અમરેલી પ્રાંત અધિકારીશ્રી એમ.જે. નાકિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યુ કેભારતના બંધારણે દરેક નાગરિકને મતદાનનો મૂળભૂત હક્ક આપ્યો છે. ખાસ કરીને યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ લોકશાહીમાં મત માટે પોતાના હક્કને અદા કરવાનો આ અવસર છે.

વર્ષ-૨૦૧૧થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે.  યુવા મતદારોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.

 આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે,  દેશનું ચૂંટણીપંચ એ આદર્શ વ્યવસ્થા છે જે વિશ્વના અનેક દેશોને ન્યાયિક અને સુવ્યવસ્થિત ચૂંટણી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપે છે. ભારતના ચૂંટણીપંચ પાસે વિશ્વના કેટલાક સમાન ચૂંટણી પ્રક્રિયા ધરાવતા દેશોની સંયુક્ત અધ્યક્ષતા હતી જે તાજેતરમાં જ અન્ય દેશને સુપરત કરવામાં આવી છે. યુવાન મતદારો પોતાના મતધિકારની અને મતદાન માટે જાગૃત્તિ પ્રસરાવે.

આ પ્રસંગે તેમણે લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં સુપેરે કામગીરી કરનારા જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને બી.એલ.ઓ.શ્રીને બિરદાવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લાકક્ષાની શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનારા અધિકારીશ્રી તરીકે મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી રાજુલા ડૉ. એમ.એમ. બરાસરામદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી બગસરા શ્રી પી.એ. ભીંડીનાયબ મામલતદારશ્રી મતદારયાદીપ્રાંત કચેરીઅમરેલી શ્રી. જે.જી. શેઠબી.એલ.ઓ. સુપરવાઇઝરશ્રી આકાશ દવેશ્રી હાર્દિક ટાંકબી.એલ.ઓ.શ્રી વી.આઈ. ગોહિલ શ્રી રમેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું.  જ્યારે મતદાનજાગૃતિ પોસ્ટર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનારા વિજેતા -વિદ્યાર્થિનિ અને શ્રી એન્જલ વાગડિયાશ્રી ધ્રુવિ સરપદડિયાશ્રી માનસી ત્રિવેદીશ્રી ધારા ટાંક અને નાગરિકો શ્રી વિપૂલ શાહશ્રી હરેશ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. યુવા મતદાર શ્રી જયદિપ પંડ્યાએ મતદાનના મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમ બાદ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીનો સંવાદ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે શિસ્ત અને સાતત્યનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં રમત સાથે જોડાવાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપી કોઈપણ એક રમત સાથે જોડાવા સૂચન કર્યુ હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચૂંટણીમાં ભાગ લેવાના અને મતદાતા તરીકેના ચૂંટણી પંચના નિયત શપથ લીધા હતા. કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રી નિમામતઇ.ચા. જિલ્લાશિક્ષણાધિકારીશ્રી જોષીસંસ્થાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલશ્રી આનંદ ભટ્ટે કર્યુ હતું. 

Follow Me:

Related Posts