અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાની રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

અમરેલી તા.૨૦ માર્ચ૨૦૨૫ (ગુરુવાર)  અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દાઓ અન્વયે રાજકીય ૫ક્ષ સાથે ચર્ચા વિમર્શ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજકીય ૫ક્ષ સાથે બેઠક યોજી ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અને રજૂઆતનું નિરાકરણ લાવવા માટે વિધાનસભા અને જિલ્લા કક્ષાએથી રાજકીય ૫ક્ષો સાથે બઠકો યોજી પ્રશ્નો અને રજૂઆતોનું નિરાકરણ લાવવાની સૂચના હતી.

આ અનુસંધાને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

ભારતના બંધારણલોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ અને ૧૯૫૧મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ચૂંટણી સંચાલન નિયમો-૧૯૬૧ અને વખતો વખતની ભારતના ચૂંટણી પંચની જોગવાઇઓમાં કોઇ રજૂઆત કે પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે મતદાર નોંધણી અધિકારી કક્ષાએ તથા જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએ માન્યતા પ્રાપ્ત ૫ક્ષના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં ૫ક્ષ પ્રતિનિધિશ્રીઓના સૂચનોરજૂઆતો મેળવવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં,  અમરેલી જિલ્લામાં સમાવેશ ૫ (પાંચ) વિધાનસભા મતવિસ્તારોને લગતી રજૂઆતો મેળવી ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓ તેમજ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ચૂંટણી શાખાના કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાતેમ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ચૂંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts