ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ
સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા
લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ
નાઓઓ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને
સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહીબીશન બુટલેગર ઇસમો તથા પ્રોહિબીશનના
ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા
ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે
માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને
માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા નાઓએ ગેરકાયદેસર પ્રોહીબિશનની પ્રવૃતિ
કરતા ઇસમ સલમાન જમાલભાઇ કુરેશી, ઉ.વ.૨૯, રહે. સાવરકુંડલા, પઠાણફળી,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર
કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ
તરફ મોકલી આપેલ.
આવા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમની સમાજ-વિરોધી
પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ
ભારદ્રાજ સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી.
પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમ દ્વારા સલમાન જમાલભાઇ કુરેશીને પાસા વોરંટની બજવણી કરી,
મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-
પાસા અટકાયતી સલમાન જમાલભાઇ કુરેશી વિરૂધ્ધમાં નીચે મુજબના ગુન્હાઓ
રજી. થયેલ છે.
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૨૪૬/૨૦૨૨, પ્રોહી. કલમ
૬૫એઇ,૧૧૬બી
(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૪૦૫૦૩/૨૦૨૪, પ્રોહી. કલમ
૬૫એએ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨)
(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦૬૨૬/૨૦૨૫, પ્રોહી. કલમ
૬૫એએ, ૧૧૬બી, ૯૮(૨).
(૪) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦૬૭૮/૨૦૨૫, પ્રોહી. કલમ
૬૫એએ, ૧૧૬બી.
આમ, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમ સામે પાસા હેઠળ
કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે
ચેતવણીરૂપ કામગીરી કરેલ છે..
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા
ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ.
કનાભાઇ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, મહેશભાઇ
મુંઘવા, તુષારભાઇ પાંચાણી તથા વુ.પો.કોન્સ. રીનાબેન ધોળકીયા, ધ્રુવિનાબેન સુરાણી
દ્વારા કરવામાં આવેલ છે.





















Recent Comments