રૂપિયા 5,00,00,000/- પાંચ કરોડના બોગસ (ખોટા) ચેક કેસ માં આરોપી ના જામીન મંજૂર કરતી અમરેલી ડિસ્ટ્રિક & સેશન્સ કોર્ટ આ કેસ ની વિગત એવા પ્રકાર ની છે કે તારીખ ૨૮-૧૦-૨૦૨૪ ના રોજ નકલી (ડુપ્લીકેટ) ચેક તથા સત્સંગ નામની પાર્ટીના ડુપ્લીકેટ સ્ટેમ્પ(સિક્કા) બનાવી આરોપી ગણેશ રામચંદ્ર બોચરે તથા અન્ય આરોપી સાથે મળી દામનગર એસબીઆઇ બેંક માં સહજાનદ એજ્યુકેશન ટ્રસ્ટ દામનગર ના ખાતામાં ચેક વટાવા ગયેલ જેની જાણ બેંક મેનેજર ને થતા પોલીસ ફરિયાદ કરેલ ને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરેલ અને આરોપી ને જેલ હવાલે કરાવેલ ત્યાર બાદ આરોપી દ્વારા અમરેલી ડિસ્ટ્રિક & સેશન્સ કોર્ટ માં ફો.પ.અ.ન ૧૦૨/૨૦૨૫ થી જામીન મુક્ત થવા અરજ ગુજારેલ જેમાં આરોપી ના વકીલો ની દલીલ ધ્યાને લઈ આરોપી ગણેશ રામચંદ્ર બોચરે ને નામ. સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરેલ આરોપી તરફે વકીલ શ્રી સફીલ સોલંકી, સુમિત શર્મા, કૃણાલ ત્રિવેદી,અજીમ લાખાણી ની દલીલ મહે. સાહેબ ગ્રાહ્ય રાખી જામીન પર મુક્ત કર્યા હતા.
રૂપિયા 5,00,00,000/-પાંચ કરોડના બોગસ (ખોટા) ચેક કેસ માં આરોપી ના જામીન મંજૂરકરતી અમરેલી ડિસ્ટ્રિક & સેશન્સ કોર્ટ

Recent Comments