વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વિકસિત ગુજરાતના બજેટને આવકારતા અમરેલીના પૂર્વે સાંસદ નારણભાઈ કાછડીયા

પૂર્વ સાંસદે જનકલ્યાણના મિશન સાથેનું બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કર્યોતારીખ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ–૨૦૨૫ ને અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને બજેટને વિકસીત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું બજેટ ગણાવ્યુ છે. તેમજ બજેટ બદલ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કરેલ છે.
પૂર્વે સાંસદશ્રીએ બજેટ અંગે વાત કરતા જણાવેલ છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષ : ૨૦૪૭ વિકસિત ભારતના વિઝનમાં મદદરૂપ થવા ગુજરાત સરકાર દ્વારા રૂા. ૩, ૭૦, ૨૫૦ કરોડનું બજેટ રજૂ કરી વિકસિત ગુજરાત ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે. સરકાર દ્વારા ગયા વર્ષે કરતા આ વર્ષના બજેટમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આ બજેટમાં ટ્રેકટરની ખરીદી સહાયમાં વધારો કરી રૂા. ૧ લાખ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૮૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા માટે રૂા. ૪૮૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળની લોન અને સબસીડીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે ૩ લાખ આવાસો પુરા પાડવાનું આયોજન તેમજ સબસીડીમાં વધારો પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત કિસાન સુયોંદય યોજના અંતર્ગત રૂ. ૨૧૭૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓમાં આત્મનિર્ભરતા આવે તે માટે સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આજે એ.આઈ. ટેકનોલોજીનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે રાજયની ૬ એન્જી. કોલેજમાં એ.આઈ. લેબ સ્થાપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણના બજેટમાં ૧૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.અંતે પૂર્વે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાત સરકારના બજેટને સર્વાંગીણ વિકાસલક્ષી બજેટ ગણાવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો પુનઃ આભાર વ્યકત કરેલ છે.
Recent Comments