લાઠીમાં બળાત્કાર કરી અને ફરીયાદીના આશરે છએક લાખ જેટલા રૂપિયા પડાવી લેવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી અમરેલી ફોર્થ એડીશનલ સેશન્સ કોર્ટ.
આરોપી તરફે એડવોકેટ સુમિત શર્મા અને અજીમ લાખાણી ની દલીલો ગ્રાહ્ય રાખતી અમરેલી કોર્ટ.
આ કામની વિગત ટુંકમાં એવી છે કે, લાઠી પો. સ્ટે. ગુ. ૨. નં. ૧૧૧૯૩૦૩૪૨૫૦૧૧૯/૨૦૨૫, આઈ. પી. સી. કલમ ૩૭૬(ર)(એન), ૫૦૬ (૧), ૫૦૬(૨), ૩૫૪(સી), ૩૮૪ તથા આઈ. ટી. એકટની કલમ – ૬૬ (ઇ) મુજબનાં ગુના સબબ ફરીયાદીએ આરોપી વિરુધ્ધ ફરીયાદ દાખલ કરેલ. ફરીયાદપક્ષનાં ગુનાની ટુંકમાં વિગત મુજબ આરોપીએ ફરીયાદીના રહેણાંક મકાને નાહતા હોય તેવા ફોટાઓ પાડી વિડીયો ઉતારી લઈ આ ફોટા/વીડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ફરીયાદીની સહમતી વિના બળજબરીપુર્વક અવાર નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર કરી અને ફરીયાદીના આશરે છએક લાખ જેટલા રૂપિયા પડાવી લીધેલ અને ફરીયાદીના ફોટા/વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી ગુન્હો કર્યાનાં આક્ષેપો હતા.અને તે ત્યારબાદ સદર ગુનાના કામે ચાર્જશીટ થયા બાદ આરોપીએ બી. એન. એસ. એસ. ની કલમ-૪૮૩ હેઠળ રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા હાલની જામીન અરજી કરેલ હતી અને રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી
Recent Comments