અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે પીડિત પક્ષે આક્ષેપ કર્યો છે કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન નોંધીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.મળતી માહિતી મુજબ, યુવતીના પતિના સહકર્મીએ જ આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં, અસામાજિક તત્ત્વોએ તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.આ ગંભીર આક્ષેપો છતાં, અમરેલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ ન કરતાં પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પીડિત યુવતીએ હતાશ થઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા જ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી. તંત્ર પર દબાણ વધતાં આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસની શરૂઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ


















Recent Comments