અમરેલી, તા.૩ જૂન, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરી ચૂકેલા એક વિદ્યાર્થીએ ખુદનો વ્યવસાય શરૂ કર્યો છે, સાથે જ વર્ષે લાખોની કમાણી રળી રહ્યા છે.
સામાન્યતઃ આઈ.ટી.આઈ.ના કોર્સને અન્ય પ્રોફેશનલ ડિગ્રીઓથી કમતર રીતે જોવામાં આવે છે, પરંતુ અમરેલી આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી શ્રી હિરેનભાઈ મકવાણા બે વર્ષનો મશીનિષ્ટ કોર્સ કર્યા પછી એક મોટા ગજાની એક ખાનગી કંપનીમાં ચાર વર્ષ નોકરી કર્યા બાદ ટેકનિકલ બાબતોમાં મહારથ આવી જાય છે. જેથી તેઓ ખુદનો વ્યવસાય કરવા માટે પણ પ્રેરાય છે.
શ્રી હિરેનભાઈ મકવાણા કહે છે કે, નોકરી દરમિયાન આ એક એક્ઝિબિશનમાં જવાનું થાય છે, ત્યારે જ લેસર માર્કિંગ મશીન વિશે વધુ જાણકારી મળે છે. જેથી આ લેસર માર્કિંગ મશીન વિશે જરૂરી અભ્યાસ હાથ કરવાની સાથે જુદી જુદી કંપનીઓમાંથી તેના વિશે જાણકારી મેળવી. તેના અંતે ખુદનું જ ગ્લોબલ લેસર માર્કિંગ નામથી કારખાનું શરૂ કરવાનું નક્કી કર્યું.
તેઓ કહે છે કે, રાજકોટ ખાતે આજે લેસર માર્કિંગ માટેના બે એકમો ચલાવી રહ્યા છીએ, જેમાં ૧૦ જેટલા લોકોને રોજગારી પણ આપી રહ્યા છીએ.
લેસર માર્કિંગ મશીન દ્વારા જુદી જુદી કંપની કે ઉત્પાદકોની ચીજ વસ્તુઓ પર બ્રાન્ડ નેમ, માપ સાઈઝ, મેન્યુફેક્ચરર, વગેરે જેવી ડીટેલ લખી આપવામાં આવે છે. આ કામ જોબવર્કથી કરી આપીએ છીએ.
શ્રી હિરેનભાઈ મકવાણા તેમની વ્યવસાયક સફળતામાં આઈ.ટી.આઈ. અમરેલીનો ખૂબ મોટો ફાળો રહ્યો હોવાનું માને છે. આઈ.ટી.આઈ. ના અભ્યાસ દરમિયાનના ઇન્સ્ટ્રક્ટર શ્રી વાઘેલા, શ્રી સુથાર વગેરેને યાદ કરે છે, ઉપરાંત તેઓ હજુ પણ અમરેલી આઈ.ટી.આઈ. સાથે જોડાયેલા રહે છે અને જરુરી માર્ગદર્શન પણ પ્રાપ્ત કરતા રહે છે.
Recent Comments