અમરેલી

ચલાલા ટાઉનમાં ખુન કરી ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી. તથા ચલાલા પોલીસ ટીમ

→ ગુનાની વિગત:-

લાલભાઇ ધીરૂભાઇ હીરપરા તથા ભાવેશભાઇ ધીરૂભાઇ હીરપરા બન્ને વચ્ચે મિલ્કતના ભાગ બાબતનો વિવાદ ચાલતો હોય, નિકુંજભાઇ જયસુખભાઇ મોણપરા ઉ.વ.૩૫ રહે. મીઠાપુર (ડુંગરી) તા.ધારી જિ.અમરેલી વાળો લાલભાઇનો મિત્ર હોય, આ લાલભાઇ સાથે નિકુંજભાઇ સાવરકુંડલા ખાતે લાલભાઈના સબંધીને ત્યા ગયેલ હોય, જે ભાવેશ ધીરૂભાઇને સારુ નહી લાગતા તેનુ મનદુખ રાખી, ભાવેશએ નિકુંજભાઇને ફોન કરી ગાળો આપેલ અને તા.૧૦/૦૩/૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યે ચલાલા ટાઉન, સાવરકુંડલા રોડ, માર્કેટીંગ થાર્ડ સામે ભાવેશના ઘર પાસે નિકુંજભાઇ હોય તે દરમિયાન આ ભાવેશએ નિકુંજભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી. લોખંડના પાઈપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા કરતા સારવારમાં દાખલ કરેલ હોય, જે અંગે નિકુંજભાઈના પિતા જયસુખભાઇ કેશુભાઇ પ્રોણપરા, રહે.મીઠાપુર (ડુંગરી), તા. ધારી, જિ.અમરેલીવાળાએ ફરીયાદ જાહેર કરતા ચલાલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૫૦૦૩૧/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૦૯(૧), ૧૧૭(૩), ૩૫૨, ૩૫૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ અને ત્યાર બાદ સારવાર દરમ્યાન નિકુંજભાઈનું મોત થતા આ બનાવ ખુનનો બનેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેજના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોષ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ ઉપરોકત બનાવ અન્વયે ગંભીર ગુનો કરી, ફરાર થયેલ આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ટીમ તથા ચલાલા પોલીસ ટીમને સુચના આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તથા ચલાલા પો.સ્ટે. ટીમ દ્વારા ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

ભાવેશ ધીરૂભાઇ હીરપરા, રહે.ચલાલા, સાવરકુંડલા રોડ, માર્કેટીંગ યાર્ડ સામે, તા.ધારી, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.પી.શ્રી જયવીર ગઢવી સાહેબ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી તથા ચલાલા પો.સ્ટે. ના પો.ઈન્સ. શ્રી જી.આર.વસૈયા તથા ચલાલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts