અમરેલી

અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ગોવા રાજયમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા રાજયના શહેર/જિલ્લાોઓમાં જેલમાંથી પેરોલ/ફર્લો
રજા ઉપરથી ફરાર કાચા/પાકા કામના કેદીઓને પકડી પાડવા સારૂ
તા.૨૬/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી દિન – ૧૭ ની ખાસ ડ્રાઇવનું
આયોજન કરવામાં આવેલ હોય, ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર
સાહેબ નાઓએ રેન્‍જના જિલ્લાઓમાં જેલમાંથી ફરાર કેદીઓને આ ખાસ ડ્રાઇવ
દરમિયાન પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય
ખરાત સાહેબ નાઓએ આ ખાસ ડ્રાઇવ દરમિયાન જેલમાંથી પેરોલ/ફર્લો તથા
વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા
પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા ખાંભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧૫,
આઇ.પી.સી. કલમ ૩૦૨ વિ. મુજબના ગુનાના કામે અમદાવાદ મધ્યસ્થ જેલના આજીવન કેદની
સજાના ફર્લો રજા ઉપરથી ફરાર કેદીને ગોવા રાજયના મારગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં આવેલ હોય, મજકુર પાકા કામના કેદીને
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે કેદમાં રહેવા સારૂ મોકલી આપેલ છે.

 પકડાયેલ કેદીનું નામઃ-
પરેશ ઉર્ફે પાંચાભાઇ રાજાભાઇ જોગદીયા, રહે. કાતર, તા.રાજુલા, જિ.અમરેલી.
ઉપરોકત અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદીને પોલીસ મહાનિર્દેશકશ્રી
જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી ગુજરાત રાજયનાઓના હુકમ આધારે તા.૦૬/૦૯/૨૦૨૫
થી તા.૨૧/૦૯/૨૦૨૫ સુધી ૧૬ દિવસની ફર્લો રજા ઉપર મુક્ત કરવામાં આવેલ. મજકુર કેદીને

તા.૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં
હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ.
કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા હેડ કોન્‍સ. ગોકુળભાઇ કળોતરા, તુષારભાઇ
પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો.કોન્સ. પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં
આવેલ છે..

Related Posts