અમરેલી

સસ્તુ સોનુ આપવાના બહાને નકલી સોનું આપી દસ લાખની છેતરપીંડીના ધારી પોલીસસ્ટેશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા
આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા
પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૫૦૨૮૫/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ
૩૧૮(૨), ૩૧૮(૪) મુજબના કામના આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા
માટે છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હોય, મજકુર લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને
ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ
ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રાજેશ ઉર્ફે રાજુભાઇ જીવનભાઇ સોલંકી, રહે.જુનાગઢ, મહેતાનગર, સરકારી
વસાહત, તા.જિ.જુનાગઢ
(૨) મોહનભાઇ ગંગારામભાઇ વાઘેલા, રહે.જુનાગઢ, મહેતાનગર, સરકારી વસાહત,
તા.જિ.જુનાગઢ
(૩) ગોવિંદભાઇ દેવાભાઇ રાઠોડ , રહે.જુનાગઢ, મહેતાનગર, સરકારી વસાહત,
તા.જિ.જુનાગઢ
 ગુનાની વિગતઃ-

વનીતાબેન કાનાભાઇ ચૌહાણ, રહે.માધુપુર (ઘેડ), સાગરશાળાની બાજુમાં,
તા.જિ.પોરબંદર વાળાને આરોપી જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવાર તથા આસીફભાઇ
હૈદરભાઇ રફાઇ રહે.બન્ને માંગરોળ માલીપુત્રની બાજુમા તા.માંગરોળ જિ.જુનાગઢ તથા
બીજા બે અજાણ્યા માણસોએ રસ્તા ભાવે સોનુ ખરીદ કરવાની લાલચ આપી વિશ્ર્વાસમાં
લઇ ગઇ તા.૧૬/૦૬/૨૦૨૫ નાં રોજ વનીતાબેનને ધારી ખાતે બોલાવી ખોટુ સોનુ
આપી તેમની પાસેથી રૂપિયા દસ લાખ લઇ વિશ્ર્વાસઘાત ઠગાઇ કરી ગુનો કરેલ હોય, જે
અંગે વનીતાબેનએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા ધારી પોલીસ સ્‍ટેશન એ
પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૫૦૨૮૫ /૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા – ૨૦૨૩ ની
કલમ ૩૧૮(૨), ૩૧૮(૪) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
આ ગુનામાં સંડોવાયેલ બાવરી ગેંગના ત્રણ આરોપીઓને કુલ
કિં.રૂ.૯,૫૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. ટીમ દ્રારા પકડી પાડી પાડવામાં
આવેલ હતા જયારે ઉપરોકત ત્રણ પકડાયેલ આરોપીઓ નાસતા ફરતા હતા.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી પૈકી ગોવિંદભાઇ દેવાભાઇ રાઠોડ રહે.જુનાગઢ વાળો નીચે મુજબના
ગુનામાં પકડાયેલ છે.
(૧) જુનાગઢ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૩૦૭૩૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ
૪૦૬, ૪૨૦, ૧૧૪.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી
આર.એચ.રતન તથા હેડ કોન્‍સ. જાહીદભાઇ મકરાણી, કુલદીપભાઇ દેવભડીંગજી,
તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts