અમરેલી

ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના બિયરના જથ્થાની હેરફેર કરતા ત્રણ ઇસમોનેકુલ કિં.રૂ.૧૨,૫૩,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ
હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્‍લામાથી
દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો
ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ. કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં
નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક ક્રેડા કારમાં
ગેરકાયદેસર ભારતીય બનાવટનો બિયરનો જથ્થો ભરી ચીતલ ગામ તરફથી અમરેલી
બાજુ આવે છે અને આ કાર નાના માચિયાળા ગામ પાસે આવેલ બાયપાસ રોડ ઉપરથી
પસાર થનાર છે અને તે ક્રેટા કાર આગળ એક સ્વીફટ કાર પાયલોટીંગ કરી રહેલ છે, જે
બાતમી આધારે એલ.સી.બી. ટીમ વોચમાં રહી ત્રણ ઇસમોને બન્ને કાર તથા બિયરના
જથ્થા સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા બિયરનો જથ્થો તથા વાહન સહિતનો
મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) કરણ વલકુભાઇ ખાચર, ઉ.વ.૨૮, રહે.કારીયાણી, તા.જિ.બોટાદ.
(૨) મયુર જગુભાઇ પટગીર, ઉ.વ.૨૭, રહે.કારીયાણી, તા.જિ.બોટાદ.
(૩) પ્રદીપ રવુભાઇ બોરીચા, ઉ.વ.૨૦, રહે.કારીયાણી, તા.જિ.બોટાદ.
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) લાલભાઇ બાબભાઇ ખાચર, રહે.કારીયાણી, તા.જિ.બોટાદ.
(૨) ધર્મરાજ ઉર્ફે ધમો હરેશભાઇ બાબરીયા, રહે.બગસરા, તા.બગસરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના બિયરના ૫૦૦ એમ.એલ.ના ટીન
નંગ -૬૪૮, પેટી નંગ – ૨૭ જેની કુલ કિં.રૂ.૬૭,૫૬૦/- તથા (૨) રોકડા રૂ.૭૩,૫૦૦/-
તથા (૩) એક હુંન્ડઇ કંપનીની ક્રેટા કાર રજી. નંબર GJ-33-F-9936 કિં.રૂ.૭,૦૦,૦૦૦/-
તથા (૪) એક મારૂતિ કંપનીની સ્વીફટ કાર રજી. નંબર GJ-33-F-4000 કિં.રૂ.૩,૫૦,૦૦૦/-
(૫) મોબાઇલ ફોન નંગ – ૪ કિં.રૂ.૬૨,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૧૨,૫૩,૦૬૦/- નો
મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી
આર.એચ.રતન તથા એ.એસ.આઇ કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા, તથા હેડ
કોન્‍સ. મહેશભાઇ મુંધવા, ગોકુળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ
કુંવારદાસ તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ
છે.

Related Posts