અમરેલી

ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૯૭૩ કિ.રૂ.૩,૬૪,૭૦૨/- વાહન સહિત કુલ કિં.રૂ.૭, ૧૪,૯૦૨/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રે જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇસ.શ્રી વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસતારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચલાલા થી ખાંભા તરફ જાય છે, જે બાતમી આધારે એલ.સી.બી. ટીમ વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી બોલેરો આવતા જેને રોકવા પ્રયાસ કરતા બોલેરોનો ચાલક પોતાની ગાડી લઇ ફરાર થઇ ગયેલ હોય જેનો પીછો કરતા મજકુર બોલેરોનો ચાલક મોટી ગરમલી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ અવેડાના પીલર સાથે પોતાની બોલેરો ગાડી ભટકાવી બોલેરો મુકી નાશી ગયેલ, જે બોલેરો ગાડીમાં જોતા તાડપત્રીની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ થો મળી આવેલ, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથથો તથા વાહન સહિતનો મુદ્દામાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને સંડોવાયેલ આરોપીને પકડી પાડવા તજવીજ ચાલુ છે.

પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧, ઓરીજનલ ડીલકસ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ ૧૪૫, કિં.રૂ.૮૧,૪૯૦/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧, ઓરીજનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૮૫૬, કિં.રૂ.૧,૧૯,૮૪૦/-

(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રીર્ઝવ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ- ૯૩૨, કિં.રૂ.૧,૫૯,૩૭૨/-

(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની મુનવોક અલ્ટ્રા પ્રીમીયમ ઓરેન્જ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ- ૪૦, કિં.રૂ.૪,૦૦૦/- મળી કુલ બોટલ નંગ -૧,૯૭૩/- કુલ કિં.રૂ.૩,૬૪,૭૦૨/-

(૫) એક કાળા કલરની તાડપત્રી કિં.રૂ.૨૦૦/-

(૬) મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી જેના ચેચીસ નંબર-તથા એન્જીન નંબર- MA1ZF2GHKEIF51383 કિં.રૂ.૭,૧૪,૯૦૨/- નો મુદ્દામાલ. GHE-40301 8.3.3-40-०००/- कु

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇસ.શ્રી વી.એમ. કોલાદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, રાહુલભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. કુલદીપભાઇ દેવભડીંગજી, દશરથસિંહ સરવૈયા, જાહિદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts