અમરેલી

અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરી, પ્રોહીબિશન બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કરતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા
તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેકપોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીકતત્વો વિરૂધ્ધ કાયદાયકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્‍જ
આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતિ કરતા અસમાજીક તત્વોની યાદી તૈયાર કરી, પગલા લેવા
માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા કુલ ૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આ ઇસમોના
ગેરકાયદેસર બાંધકામ તથા સરકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તથા અગાઉના ગુનાઓમાં મળેલજામીન બાદ આચરેલ ગુનાઓ મળ્યેથી જામીન રદ્દની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીયાર અંગેના પગલા લેવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપવામાં આવેલ. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
નાઓએ ગેરકાયદેસર પ્રોહીબિશનની પ્રવૃતિ કરતા ઇસમ શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા, ઉ.વ.૩૩, રહે.સાવરકુંડલા, કાપેલધાર વિસ્તાર, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી વાળા વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી,

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. આવા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ બુટલેગર ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એલ.સી.બી. ટીમ દ્વારા શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા ને પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ,
અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ
હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા એલ.સી.બી. ટીમ દ્રારા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts