અમરેલી

અમરેલી તાલુકાના વરસડા ગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ -૧૨૯૪ તથા બિયર નંગ -૪૭૦ મળી કુલ કિ.રૂ.૨,૦૯,૮૨૨/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી તાલુકાના વરસડા ગામની સીમમાં રેઇડ દરમિયાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

➡પકડાયેલ આરોપી:-

રઘુવીર ભાભલુભાઇ ધાંધલ, ઉ.વ.૨૬, રહે.વરસડા, તા.જિ.અમરેલી.

→ પકડવાના બાકી આરોપી:-

(૧) કુલદીપ ધીરૂભાઇ ધાંધલ, રહે.વરસડા, તા.જિ.અમરેલી હાલ રહે.અમરેલી.

(૨) રણજીત જયતાભાઇ ધાંધલ, રહે.લીલીયા,હાલ રહે.અમરેલી.

(૩) સુજીત ધીરૂભાઇ ધાંધલ, રહે.વરસડા, તા.જિ.અમરેલી હાલ રહે.અમરેલી.

→પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ગ્રીન લેબલ એકસપર્ટ સ્પેશ્યલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ १०० डि.३.४५,०००/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હાઇટ લેસ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૧૯૪ કિ.રૂ.૧,૦૫,૦૭૨/-

(૩) કીંગ ફીશન સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બિયરના ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ ૪૭૦ કિ.રૂ.૫૮,૭૫૦/- મળી કુલ બોટલો/ટીન નંગ ૧૭૬૪ કિ.રૂ.૨,૦૫,૮૨૨/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ. કોલાદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઈ. કનાભાઈ સાંખટ, રાહુલભાઈ ચાવડા તથા હેડ કોન્સ. મહેશભાઈ મુંઘવા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts