અમરેલી

સસ્તુ સોનુ આપવાના બહાને નકલી સોનું આપી દસ લાખની છેતરપીંડીના ધારી પોલીસ સ્ટેશનનાગુનાના કામે છેતરપીંડી કરનાર બાવરી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ સહિત કુલકિં.રૂ.૯,૫૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

વનીતાબેન કાનાભાઇ ચૌહાણ, રહે.માધુપુર (ઘેડ), સાગરશાળાની બાજુમાં, તા.જિ.પોરબંદર
વાળાને આરોપી જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવાર તથા આસીફભાઇ હૈદરભાઇ રફાઇ રહે.બન્ને
માંગરોળ માલીપુત્રની બાજુમા તા.માંગરોળ જિ.જુનાગઢ તથા બીજા બે અજાણ્યા માણસોએ
રસ્તા ભાવે સોનુ ખરીદ કરવાની લાલચ આપી વિશ્ર્વાસમાં લઇ ગઇ તા.૧૬/૦૬/૨૦૨૫ નાં
રોજ વનીતાબેનને ધારી ખાતે બોલાવી ખોટુ સોનુ આપી તેમની પાસેથી રૂપિયા દસ લાખ લઇ
વિશ્ર્વાસઘાત ઠગાઇ કરી ગુનો કરેલ હોય, જે અંગે વનીતાબેનએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ
જાહેર કરતા ધારી પોલીસ સ્‍ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૫૦૨૮૫ /૨૦૨૫, ભારતીય
ન્યાય સંહીતા – ૨૦૨૩ ની કલમ ૩૧૮(૨), ૩૧૮(૪) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં બનતા ઠગાઇ/વિશ્ર્વાસઘાતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને
પકડી પાડી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ
અમરેલી જિલ્લામાં બનતા ઠગાઇ વિશ્ર્વાસઘાતના ગુનાઓમાં આરોપીઓને પકડી પાડી,
ફરીયાદી/અરજદારની ઠગાઇ અને વિશ્ર્વાસઘાતથી પડાવી લીધેલ રોકડ રીકવર કરવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે સઘન
તપાસ કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે
માહિતી મેળવી, ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ ઇસમોને પકડી પાડી, પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રકમ
તથા નકલી સોનાના સિક્કા તથા વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ આરોપીઓ
તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) દીલીપ જીવનભાઇ સોલંકી, ઉ.વ.૩૩, રહે.જુનાગઢ, મહેતાનગર, સરકારી વસાહત, ૬૬ કે.વી. પાસે,
તા.જિ.જુનાગઢ
(૨) ઇશ્ર્વર ગંગારામ વાઘેલા, ઉ.વ.૩૦, રહે.જુનાગઢ, મહેતાનગર, સરકારી વસાહત, ૬૬ કે.વી. પાસે,
તા.જિ.જુનાગઢ
(૩) આસીફ ભીખુશા રફાઇ, ઉ.વ.૩૧, રહે.માંગરોળ, એહમદ કોલોની, પોરબંદર રોડ, જિ.જુનાગઢ
 પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) રાજેશ ઉર્ફે રાજુભાઇ જીવનભાઇ સોલંકી રહે. જુનાગઢ.
(૨) મોહન ગંગારામભાઇ વાઘેલા રહે.જુનાગઢ.
(૩) ગોવિંદ દેવાભાઇ રાઠોડ રહે.જુનાગઢ.
(૪) જાબીર ઇકબાલભાઇ બાનવા રહે.માંગરોળ જિ.જુનાગઢ.
 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૬,૪૦,૦૦૦/-
(૨) એક સોનાનો સિક્કો વજન ૧.૪૦ મીલી ગ્રામ કિં.રૂ.૧૩,૦૦૦/-
(૩) સોના જેવા દેખાતા ધાતુના સિક્કા નંગ – ૫૪૩ કિં.રૂ.૨,૦૦૦/-
(૪) એક ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૩,૦૦૦/-
(૫) એક બજાજ કંપનીની MAXIMA Z CNG મોડલની ઓટો રીક્ષા રજી નં. GJ-11-UU-7354
કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૯,૫૮,૦૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-
(૧) આજથી આશરે સવા મહીના પહેલા ઉપરોક્ત પકડાયેલ ત્રણેય ઇસમોએ સહ આરોપી
રાજેશ ઉર્ફે રાજુભાઇ જીવનભાઇ સોલંકી તથા મોહનભાઇ ગંગારામભાઇ વાઘેલા તથા
ગોવિંદ દેવાભાઇ રાઠોડ રહે.ત્રણેય જુનાગઢ તથા જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવા
રહે.માંગરોળ વાળા બધાએ સાથે મળી માધવપુર ખાતે રહેતા અકરમભાઇ તથા
ઓસમાણભાઇ તથા વનીતાબેન ચૈાહાણ સાથે એનકેન પ્રકારે સંપર્કમા રહી તેઓને
સોનાના સિક્કા ખરીદ કરવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ છેતરપીંડીથી ખોટા પીળી
ધાતુના સિક્કા આપી રોકડા રૂપિયા સાત લાખ લઇ નાસી ગયેલ હોવાની હોવાનુ
જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા ધારી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૫૦૨૮૫
/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૧૮(૨), ૩૧૮(૪) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૨) આજથી આશરે એકાદ વર્ષ પહેલા પકડાયેલ આરોપી દીલીપભાઇ જીવનભાઇ સોલંકી તથા
ઇશ્વરભાઇ ગંગારામ વાઘેલા રહે.બંન્ને જુનાગઢ વાળાએ સાથે મળી જુનાગઢ બસ સ્ટેશન
વિસ્તારમા એક પુરૂષ મુસાફરને પોતાની પાસે રહેલ પીળી ધાતુના સીક્કાઓ સોનાના
હોવાથી સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડીથી પચાસ હજાર રૂપિયા રોકડા
લઇ ખોટા સિક્કાઓ આપી જતા રહેલ હોવાનુ જણાવેલ છે.
(૩) આજથી આશરે સાતેક મહીના પહેલા દીલીપભાઇ જીવનભાઇ સોલંકી તથા ઇશ્વરભાઇ
ગંગારામ વાઘેલા રહે.બંન્ને જુનાગઢ વાળાએ સાથે મળી જુનાગઢથી ઉપલેટાની સરકારી
બસમા બેસી ઉપલેટા જતા ત્યારે ઉપલેટાના એક પુરૂષ મુસાફરને પોતાની પાસે રહેલ
પીળી ધાતુના સીક્કાઓ સોનાના હોવાથી તેને સસ્તા ભાવે આપવાની લાલચ આપેલ
અને તે ભાઇને બે દિવસ પછી જુનાગઢ ફરી વખત રૂબરૂ બોલાવી એક લાખ રૂપીયા લઇ
તેને ખોટા સિક્કાઓ આપેલ હોવાનુ જણાવેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
 આરોપી દીલીપ જીવનભાઇ સોલંકી રહે.જુનાગઢ વાળો નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.

(૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૪૦૨૦૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૨૩,
૨૯૪(બી), ૫૦૬(૨), ૧૧૪.
 આરોપી ઇશ્ર્વર ગંગારામ વાઘેલા રહે.જુનાગઢ વાળો નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.

(૧) જુનાગઢ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૩૦૭૩૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,
૪૨૦, ૧૧૪.

 આરોપી આસીફ ભીખુશા રફાઇ રહે.માંગરોળ વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ
છે.

(૧) માંગરોળ મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૫૨૧૦૦૪૪ /૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૦૬,
૪૨૦, ૧૨૦બી.
 ગુન્‍હો કરવાની રીતઃ-
પકડાયેલ આરોપીઓ સસ્તા ભાવે સોનું લેવા બાબતે લાલચ આપતા અને નમુના તરીકે
સાચા સોનાનો સિક્કો પહેલા આપી વિશ્ર્વાસમાં લેતા અને બાદમાં આવા ઘણા બધા સોનાના સિક્કાઓ છે
અને સસ્તા ભાવે મળશે, તેવો વિશ્ર્વાસ અપાવી, બાદ જે લોકો સોનું લેવા માંગતા હોય તેને મોટી રકમ સાથે
અલગ જગ્યાએ બોલાવી, તેની પાસેથી પૈસા લઇ સોનાના બદલે ધાતુના નકલી સોના જેવા દેખાતા સિક્કાઓ
આપી છેતરપીંડી કરી ગુનો કરીની ટેવવાળા છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના
અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા
પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા
હેડ કોન્‍સ. જાહીદભાઇ મકરાણી, કુલદીપભાઇ દેવભડીંગજી, આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ
પાંચાણી તથા પો.કોન્‍સ. ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, રમેશભાઇ સીસારા દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts