અમરેલી

દામનગર ટાઉનમાંથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિ લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિશ્વ તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે દામનગર ટાઉનમાં છભાડીયા રોડ ખાતેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડગયેલ આરોપીઃ-

સુરેશભાઇ વાલજીભાઇ વનાળીયા, ઉ.વ.૨૯, રહે.છભાડીયા, તા.લાઠી, જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ –

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૩૬ કિ.રૂ.૫,૩૬૪/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની લંડન પ્રાઇડ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૬ કિ.રૂ.૯૦૦/- મળી કુલ બોટલો નંગ ૪૨ કિં.રૂ.૬,૨૬૪/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા હેડ કોન્સ, મનિષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અશોકભાઇ કલસરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts