ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમી
હકિકત આધારે ભાવનગર જિલ્લાના દાઠા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૪૦૩૨૦/૨૦૨૪, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨)
મુજબના કામના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડી પાડી, દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ભાવેશ રણછોડભાઇ વાંજા, ઉ.વ.૩૬, રહે.વીકટર, તા.રાજુલા, જિ.અમરેલી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ. કોલાદરા તથા એ.એસ.આઇ. ભીખુભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. મહેશભાઇ રાઠોડ,જયેન્દ્રભાઇ બસીયા, ગોકુળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments