ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ
નાઓએ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ
કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી. એમ.
કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૫૦૨૯૯/૨૦૨૫, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી,
૯૮(૨) મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતો હોય, મજકુર નાસતા ફરતા આરોપીને
ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી
થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ગોપાલ ભીખુભાઇ ભુવા, ઉ.વ.૨૦, રહે.વરસડા, તા.જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.
શ્રી વી. એમ. કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ
જાડેજા, મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા
કરવામાં આવેલ છે.


















Recent Comments