અમરેલી

ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના અપહરણ/પોકસોના ગુનામાંનાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા
ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી
જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ જાફરાબાદ તાલુકા વિસ્તારમાં ટાઉનમાં
પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ગીર સોમનાથ જિલ્લાના
ઉના પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૫૧૧૯૭ /૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૩૭, ૮૭ પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામના ગુનામાં પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી, ઉના
પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
વિપુલ ઉર્ફે છોટીયો સોમાભાઇ જાદવ, ઉ.વ.૨૩, રહે.ભાડા, પ્લોટ વિસ્તાર,
તા.જાફરાબાદ, જિ.અમરેલી.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

 પકડાયેલ આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે.
(૧) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૩૧૫૦૪/૨૦૨૩, IPC કલમ
૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪, ૫૦૪, ૫૦૬(૨) તથા GP
Act ક.૧૩૫.
(૨) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૪૧૭૮૬/૨૦૨૪, પ્રોહી. કલમ
૬૫(એ)(એ), ૮૧.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા હેડ કોન્‍સ. જયેન્દ્રભાઇ બસીયા, ગોકુળભાઇ
કળોતરા, જનકભાઇ હિમાસીયા, મહેશભાઇ રાઠોડ તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ વાળા,
પરેશભાઇ દાફડા, મહેશભાઇ બારૈયા, રવિરાજભાઇ વરૂ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts