અમરેલી

ચોરીના મોટર સાયકલ સાથે બે ઇસમને પકડી પાડી, વાહન ચોરીના ત્રણ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ધારી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી
તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે ઇસમોને શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે પકડી પાડી,
મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર
સાયકલ ધારી વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું તેમજ બીજા બે મોટર સાયકલ બગસરા
વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, મજકુર બન્ને ઇસમોએ ચોરી કરેલ
ત્રણેય મોટર સાયકલો રીકવર કરી, ધારી તથા બગસરા પોલીસ સ્ટશેનના વાહન
ચોરીના ત્રણ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ભુપતભાઇ જગુભાઇ વાળા, ઉ.વ.૪૮, રહે.ભરડ, તા.ધારી, જિ.અમરેલી.
(૨) પ્રકાશભાઇ હીરાભાઇ વાઘ, ઉ.વ.૪૮, રહે.હાલરીયા, તા.બગસરા,જિ.અમરેલી.
 કબ્જે કરેલ મોટર સાયકલની વિગતઃ-
(૧) એક હીરો કંપનીનુ સીડી ડોન મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-06-7096
કિં.રૂ.૧૨,૦૦૦/-
(૨) એક રોયલ ઈન્ડફીલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ રજી. નંબર GJ 27 BK 0767
કિં.રૂ.૨૫,૦૦૦/-

(૩) એક ટી.વી.એસ. કંપની સ્ટાર મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ 05 EL 1825
કિં.રૂ.૧૫,૦૦૦/-
મળી કુલ કિં.રૂ.૫૨,૦૦૦/-
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ
છે.
(૧) આજથી આશરે પાંચેક દિવસ પહેલા બપોરના એકાદ વાગ્યે છતડીયા ગામે એક
દુકાન પાસેથી હીરો કંપનીનુ સીડી ડોન મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-06-
7096 ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા ધારી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૫૦૪૫૮/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
ગુનો રજી. થયેલ છે.
(૨) ગઇ તા.૧૩/૧૦/૨૦૨૫ નાં રોજ દિવસના પાંચેક વાગ્યાની આસપાસ બગસરા
તાલુકાના લુધીયાણા ગામે કાગદડી ગામે જવાના રસ્તા પાસેથી રોયલ ઈન્ડફીલ્ડ
કંપનીનું સીલ્વર કલરનુ બુલેટ મોટર સાયકલ રજી. નંબર GJ-27-BK-0767 ની ચોરી
કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા બગસરા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૫૦૨૬૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
ગુનો રજી. થયેલ છે.
(૩) ગઇ તા.૧૨/૧૦/૨૦૨૫ નાં રોજ રાત્રીના બગસરા તાલુકાના માણેકવાડા ગામે
એક રહેણાંક મકાન પાસેથી ટી.વી.એસ. કંપની સ્ટાર મોડલનું મોટર સાયકલ રજી.
નંબર GJ-05-EL-1825 ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા
બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૫૦૨૭૦/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.

Related Posts