રાજુલા ટાઉનમાંથી જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રૂ.૧૮,૪૩૦/- સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય, તે દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે રાજુલા,મફતપરા વિસ્તારમાં રેઇડ દરમ્યાન જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીઓઃ-
(૧) અકીલભાઇ નશીબભાઇ કુરેશી,ઉ.વ.૩૨, રહે.રાજુલા, તવક્કલનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) શબ્બીરભાઇ ચાંદભાઇ બ્લોચ, ઉ.વ.૩૩, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી. (૩) જાહીદભાઇ ઉર્ફે મંત્રી ઇકબાલભાઇ કુરેશી, ઉ.વ.૩૧, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી. (૪) અહેમદભાઇ ઉર્ફે ફકીરો બાવદીનભાઇ પઠાણ, ઉ.વ.૨૮, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી. (૫) જાહીકહુસેન ભીખુભાઇ શેખ, ઉ.વ.૨૫, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી. (૬) કરીમભાઇ ઉર્ફે શોહીલ અલારખભાઇ મહેતા, ઉ.વ.૩૧, રહે.રાજુલા, પશુદવાખાના
પાસે, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ- રોકડા રૂ.૧૮,૪૩૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૮,૪૩૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. ભીખુભાઇ ચોવડીયા, તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ બસીયા, મહેશભાઇ રાઠોડ, ગોકળભાઇ કળોતરા તથા પો.કોન્સ. પરેશભાઇ દાફડા, અજયભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments