ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ
હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં
બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ
કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી
એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ
ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા આંઠ શકમદ ઇસમોને ચોરીના કેબલ
વાયર તથા ચોરીના સાધનો તથા વાહનો સાથે પકડી પાડી, તેની સઘન પુછ પરછ
કરતા અમરેલી સહિત અલગ અલગ જિલ્લાોઓમાં કરેલ કુલ – ૧૧ ચોરીઓની કબુલાત
આપતા, પકડાયેલ આરોપી પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન, સાધનો તથા
રોકડ રકમ તેમજ ચોરીના કેબલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી, ઉ.વ.૪૩, રહે.અમરેલી, રોકડીયાપરા, સંકુલ ચોકડી,
દાતાર ગેરેજની બાજુમાં, રામદેવનગર, તા.જિ.અમરેલી.
(૨) સુનીલ કમલેશભાઇ સોલંકી, ઉ.વ.૨૨, રહે.અમરેલી, સંકુલ ચોકડી, નવજીવન કાર વોશીંગની
બાજુમાં, તા.જિ.અમરેલી મુળ રહે.ધોકડવા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
(૩) નીતીન ઉર્ફે સુનીલ સુરેશભાઇ સોલંકી, ઉ.વ.૨૩, રહે. અમરેલી, સંકુલ ચોકડી પાસે,
ચતુરભાઇના ડેલાની પછળ, તા.જિ.અમરેલી.
(૪) મહંમદકૈફ હારૂનભાઇ અંસારી, ઉ.વ.૧૮, રહે.રાજકોટ, જંગલેશ્ર્વર, ભવાની ચોક, ઇમામ
ખાનાની સામે, કાજલબેન વૈદ્યના મકાનમાં, મુળ રહે.રાજકોટ, મેટોડા જી.આઇ.ડી.સી.
, ગેટ નંબર ૩, જયોતિ કંપની પાછળ, તા.જિ.રાજકોટ.
(૫) રાહુલભાઇ નટુભાઇ સોલંકી(માળી), ઉ.વ.૨૦, રહે.લીલીયા મોટા, જુના કોળીવાડ, તા.લીલીયા મોટા,
જિ.અમરેલી હાલ રહે.બીકાનેર, સુજાનગઢ, વાર નં.૪૨, શ્યામ મંદીર પાસે (રાજસ્થાન)
(૬) વિજયભાઇ ઉર્ફે હાથી ગોરધનભાઇ જસાણીયા, ઉ.વ.૩૨, રહે.હાથીગઢ, તા.બાબરા, જિ.અમરેલી.
(૭) મોઇફભાઇ ઉર્ફે મોઇબો સલીમભાઇ હામજા, ઉ.વ.૩૨, રહે. અમરેલી, મીની કસ્બાવાડ, શેરી નં.૧,
તા.જિ.અમરેલી.
(૮) નવનીતભાઇ દડુભાઇ સાથળીયા, ઉ.વ.૨૨, રહે.અમરેલી, સીવીલ હોસ્પિટલ પાસે આવેલ
ઝુપડપટ્ટીમા, તા.જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૧૦,૪૦૦/-
(૨) એલ્યુમિનીયમ ધાતુનો વાયર ૮૪ કીલો જેની કિં.રૂ.૧૬,૮૦૦/-
(૩) વાયર કાપવા માટેના કટર નંગ – ૨ કિં.રૂ.૬,૦૦૦/-
(૪) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૮ કિં.રૂ.૬૨,૦૦૦/-
(૫) એક મહિન્દ્રા કંપીનીની XUV 500 મોડલની ફોર વ્હીલ કાર જેના રજી.નં.GJ-18-BA-8640
કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
(૬) એક મહિન્દ્રા કંપીનીની બોલેરો મોડલની ફોર વ્હીલ કાર જેના રજી.નં.GJ-01-DT-6032
કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૭,૯૫,૨૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના
ગુનાઓની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે એકાદ મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલભાઇ સોલંકી
તથા નીતીન ઉર્ફે સુનીલ તથા નવનીત સાથળીયા તથા વિજય જસાણીયા, મોઇફ
ઉર્ફે મોઇબો, મહમદકૈફ તથા મયુરભાઇ મુકેશભાઇ વણોદીયા એમ બધા દેવચંદની
XUV 500 ફોરવ્હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ ઉના તાલુકાના કંસારી ગામે
PGVCL ના સબ સ્ટેશન ખાતે રાત્રીના સમયે ગયેલ. ત્યાંથી એલ્યુમિનીયમ તથા
અન્ય ધાતુના વાયર આશરે ૬૫૦ કીલોની ચોરી કરેલ અને આ વાયરમાંથી અડધા
જેટલો અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૧,૧૫,૦૦૦/- મા વહેચેલ અને તે
પૈકીનો વેચવાનો બાકી હતો તે એલ્યુમિનીયમના બાચકા ભરી રાખેલ હોવાની
હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૫૧૯૩૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા(BNS) કલમ
૩૦૫(ઇ), ૩૩૧(૪), ૩૩૧(૩) મુજબનો ગુન્હો રજી.થયેલ છે.
(૨) આજથી આશરે ચારેક મહીના પહેલા અમરેલીથી બગસરા જતા રોડે આવેલ
પાણીયા ગામની સીમમા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલભાઇ સોલંકી તથા નીતીન
ઉર્ફે સુનીલ તથા નવનીત એમ ચારેય જણા દેવચંદની પીકઅપ બોલેરો લઇ
વહેલી સવારના સમયે નદીના કાઠે આવેલ એક PGVCL ના સબ સ્ટેશનમાં પડેલ
ઇલેકટ્રીક કંડકટર વાયર આશરે ૧૨૦૦ મીટર ચોરી કરેલ, બાદ આ વાયર
અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૨૫,૦૦૦/- મા વહેચી દીધેલ હોવાની હકિકત
જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦
૪૨૫૦૪૨૭/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો
રજી.થયેલ છે.
(૩) આજથી આશરે સાતેક મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા
એમ બધા અલગ અલગ વાહનોમા ધારી તાલુકાના હીરાવા-જીરા ગામની સીમમા
આવેલ એક વાડીમાંથી રાત્રીના સમયે ગયેલ અને ત્યાંથી આશરે એકાદ ૧૦૦૦
મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર ચોરી કરેલ અને આ મુદામાલ અફજલભાઇ
રહે.ચાંવડ વાળાને વેચેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા
ધારી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૪૦ ૨૭૨/૨૦૨૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
ગુન્હો રજી. થયેલ છે.
(૪) આજથી આશરે અગીયારેક મહીના પહેલા ચાવંડ મુકામે ભાવનગર રોડ ઉપર
આવેલ પાણી પુરવઠાના પંપની અંદર કોપર વાયર પડેલ છે તેવુ જાણવા મળતા
દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલની મોટર સાયકલ લઇને જોવા ગયેલ અને બાદ
તેના ૨-૩ દિવસ પછી દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ કમલેશભાઇ સોલંકી તથા
રાહુલ નટુભાઇ સોલંકી તથા રણજીતભાઇ નાથાભાઇ સોલંકી તથા વનરાજ ઉર્ફે
બાવ નાથાભાઇ સોલંકી તથા કિશનભાઇ લોરીયા રહે.રાજકોટ તથા તેમની સાથે
રહેતા તેમના મિત્ર લાલો શુકલ એમ બધાનો દેવચંદે કોન્ટેક કરી, અમરેલી
બોલાવી, બાદ બધા દેવચંદની પીકઅપ બોલેરો વાહનમાં જઇ ચાંવડથી આગળ
બોલેરો મુકી, પાણી પુરવઠા પંપ હાઉસની પાછળની દિવાલ ટપીને અંદર જઇ
કોપર વાહરનો ઢગલો હતો તેના ટુકડા કરી, આશરે ૨ ટન જેટલો કોપર વાયર
બોલેરો ભરી ચોરી કરીને જતા રહેલ અને આ કોપર વાયર રીઝવાનભાઇ
રહે.બાબરા વાળાને રૂા.૭,૦૦,૦૦૦/- મા વેચેલ હોવાની હકિકણ જણાવેલ હોય, જે
અંગે ખરાઇ કરતા લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૫૦૦૫૧/૨૦૨૫, ભારતીય
ન્યાય સંહીતા (BNS) કલમ ૩૨૯(૩), ૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી.થયેલ છે.
(૫) આજથી એકાદ સવા વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ કમલેશભાઇ
સોલંકી જેઓ બન્ને સુનીલની મોટર સાયકલ લઇને રાત્રીના આશરે ૩-૪ વાગ્યાના
અરસામા બાબરા કોટડાપીઠા વાડી વિસ્તારમાં રાજકોટ રોડ ઉ૫ર આવેલા પવન
ચક્કીનો સામાન રાખેલ ત્યાં ગયેલ અને ત્યાં એક લાકડાના ડ્રમમા કાળા કલરના
રબરમા કોપર વાયર આશરે ૧૦૦૦ મીટર જેટલોની ચોરી કરી અને તેના બીજા
દિવસે આ વાયર સાફ કરી અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૭૦,૦૦૦/- મા
વહેચી નાખેલ હોવાની હકિકણ જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા બાબરા
પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૪૦૪૨૭/૨૦૨૪, ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ
૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી.થયેલ છે.
(૬) આજથી આશરે પોણા બે વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા
જેઓ અલગ અલગ વાહનોમા ધારી તાલુકાના સરસીયા ગામની સીમમા રાત્રીના
સમયે અલગ અલગ ત્રણ વાડીમાંથી આશરે ૧૨૦૦ મીટર જેટલો એલ્યુમિનિયમના
વાયરની ચોરી કરેલ હતી અને આ મુદામાલ અફજલભાઇ રહે.ચાંવડ વાળાને
વેચેલ હોવાની હકિકણ જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા ધારી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૪૦૦૮૧/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો
રજી.થયેલ છે.
(૭) આજથી આશરે બે વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા જેઓ
અલગ અલગ વાહનોમા રાત્રીના આશરે રાત્રીના સમયે ખાંભા તાલુકાના ત્રાકુડા
ગામ પાસે રોડની બાજુમા આવેલ ભડીયામાંથી અલગ અલગ ધાતુના કેબલ વાયર
તથા લોખંડનો પ્લેટો તથા લોખંડનો સામાનની ચોરી કરેલ હતી અને આ મુદામાલ
અફજલભાઇ રહે.ચાંવડ વાળાને વેચેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે
ખરાઇ કરતા ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૪૦૦૧૮/૨૦૨૪, ઇ.પી.કો.કલમ
૩૭૯, ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.
(૮) આજથી આશરે બે મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ સોલંકી તથા
નવનીત સાથળીયા તથા નીતીન ઉર્ફે સુનીલ સોલંકી તથા મોઇફ ઉર્ફે મોઇબો તથા
મયુર મુકેશભાઇ વણોદીયા રહે.અમરેલીવાળા એમ બધા દેવચંદની XUV 500
ફોરવ્હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ અમદાવાદ-રાજકોટ હાઇવે લીંબડી
પાસે આવેલ એક ખેતરમા પડેલ એલ્યુમીનીયમ વાયર આશરે ૬૦૦ કીલોની ચોરી
કરેલ હતી, જે વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૧,૨૦,૦૦૦/- મા વહેચેલ
હોવાની હકિકત જણાવેલ છે.
(૯) આજથી આશરે બે-અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા મહમદ કૈફ તથા
મોઇફ ઉર્ફે મેબલો તથા નવનીત સાથળીયા એમ અમો બધા દેવચંદની XUV 500
ફોરવ્હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ રાજકોટ પાસે આવેલ ત્રંબાથી
આગળ નવા બાયપાસ પાસેથી એલ્યુમીનીયમ વાયર આશરે ૩૦૦ કીલોની ચોરી
કરેલ હતી, જે વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂ.૩૦,૦૦૦/- મા વહેચેલ
હોવાની હકિકત જણાવેલ છે.
(૧૦) આજથી આશરે બે થી અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ સોલંકી
તથા નીતીન ઉર્ફે સુનીલ સોલંકી તથા નવનીત સાથળીયા એમ બધાએ દેવચંદની
XUV 500 ફોરવ્હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ રાજકોટથી ટંકારા તરફ જતા
આશરે ૨૫ કી.મી. દુર રોડની સાઇડમા ખેતરમા પડેલ લોખંડનો ભંગાર આશરે
૪૦૦ કીલો તથા એલ્યુમીનીયમ વાયર આશરે ૧૫૦ કીલોની ચોરી કરેલ હતી, જે
વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૪૦,૦૦૦/- મા વહેચેલ હોવાની હકિકત
જણાવેલ છે.
(૧૧) આજથી આશરે અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ તથા નવનીત
સાથળીયા તથા મયુરભાઇ મુકેશભાઇ વણોદીયા રહે.અમરેલી એમ બધાએ
દેવચંદની XUV 500 ફોરવ્હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ તારાપુરથી પહેલા
એક ખુલ્લા ખેતરમા પડેલ એલ્યુમીનીયમ વાયર આશરે ૩૦૦ કીલો ની ચોરી
કરેલ હતી, જે વાયર તારાપુર ખાતે જ અજાણ્યા માણસને રૂા.૬૫,૦૦૦/- મા
વહેચેલ હોવાની હકિકત જણાવેલ છે.
ગુન્હો કરવાની રીતઃ-
પકડાયેલ ઇસમો પૈકી આરોપી દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી,
રહે.અમરેલી, રોકડીયાપરા વાળો મુખ્ય સુત્રધાર હોય, આ દેવચંદ ઉર્ફે કાલો PGVCL ના
સબ સ્ટેશન તથા પાણી પુરવડાના પંપ હાઉસ તથા અલગ અલગ ઇલેકટ્રીક વાયરોના
ગોડાઉન તથા સીમ વિસ્તારની પહેલાથી રેકી કરી, આ જગ્યાઓ જોઇ આવી બાદમાં
તેના સાગરીતોને બોલાવતા અને સાગરીતો સાથે XUV 500 ફોરવ્હીલ તથા પીકઅપ
બોલેરો ફોર વ્હીલ કારોમાં રેકી કરેલ જગ્યાઓએ જઇ, એલ્યુમિનીયમ તથા કોપરના
વાયરોને કટરથી કાપી ચોરીઓ કરી ફોર વ્હીલ કારમાં ભરી ચોરીઓના ગુનાઓને અંજામ
આપતા અને આ ચોરીનો વાયરોને સાફ કરી ભંગારમાં વહેચતા હતા.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી રહે.અમરેલી વાળો નીચે મુજબના ગુનાઓમાં
પકડાયેલ છે.
(૧) ભાવનગર ટર્મિનલ રેલ્વે પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં. ૦૩/૨૦૨૩, RP(up) Act
કલમ ૩.
(૨) અમરેલી રૂરલ પો.સ્ટે. સે. ગુ.ર.નં.૧૦૮/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૨૩ તથા
જી.પી.એકટ કલમ ૧૩૫.
મોઇફભાઇ ઉર્ફે મોઇબો સલીમભાઇ હામજા અમરેલી વાળો નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૩૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ
૬૫(એ)(એ), ૧૧૬બી.
નવનીતભાઇ દડુભાઇ સાથળીયા રહે.અમરેલી વાળો નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૪૦૬૭૩/૨૦૨૪, બી.એન.એસ. કલમ
૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫.
વિજયભાઇ ઉર્ફે હાથી ગોરધનભાઇ જસાણીયા રહે.હાથીગઢ વાળો નીચે મુજબના
ગુનામાં પકડાયેલ છે.
(૧) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૧૦૪૫૫/૨૦૨૧, જુગાર ધારા કલમ ૧૨.
રાહુલભાઇ નટુભાઇ સોલંકી(માળી) રહે.લીલીયા મોટા વાળો નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.
(૧) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૪૦૨૧૨/૨૦૨૪, જુગાર ધારા કલમ ૧૨.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ. શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી
આર.એચ.રતન તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ
મકવાણા, હરેશસિંહ પરમાર, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. મનિષભાઇ જાની,
તુષારભાઇ પાંચાણી, મહેશભાઇ મુંધવા, આદિત્યભાઇ બાબરીયા, ગોકુળભાઇ કળોતરા,
દશરથસિંહ સરવૈયા, મહેશભાઇ રાઠોડ, અશોકભાઇ કલસરીયા, રાહુલભાઇ ઢાપા,
હરેશભાઇ કુંવારદાસ, કેતનભાઇ ગરણીયા, જયેન્દ્રભાઇ બસીયા, જનકભાઇ હીમાસીયા,
કુલદીપભાઇ દેવભડીંગજી, જાહીદભાઇ મકરાણી, તથા પો.કોન્સ. રમેશભાઇ સીસરા,
ભાવિનગીરી ગૌસ્વામી, પરેશભાઇ દાફડા, યુવરાજસિંહ વાળા, શિવરાજભાઇ વાળા,
અશોકભાઇ સોલંકી, પરાક્રમસિંહ ગોહિલ, રવિરાજભાઇ વરૂ, મહેશભાઇ બારૈયા દ્વારા
કરવામાં આવેલ છે.


















Recent Comments