અમરેલી એલ.સી.બી. ટીમે મિલકત સંબંધિત ગુનાઓ પર કાર્યવાહી કરીને બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે બે શંકાસ્પદ ઇસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલા ઇસમોની સઘન પૂછપરછમાં તેમણે ધારી તાલુકાના ડભાળી અને ખીચા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક કેબલ/વાયરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓ પ્રેમસીંહ ઉર્ફે પ્રેમલો ઇટલા બામનીયા (રહે. દેવળા ગામ, ધારી) અને અનુભાઇ ઉર્ફે ગોબર રામભાઈ દેત્રુજા (રહે. રામપરા, ધારી) પાસેથી પોલીસે આશરે ૬૦૦ ફૂટ ઇલેક્ટ્રિક કેબલ વાયર કિંમત રૂ. ૧૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓએ બેએક દિવસ પહેલા ડભાળી ગામેથી ૪૦૦ થી ૫૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી અને દોઢેક મહિના પહેલા ખીચા ગામની સીમમાંથી ત્રણ જુદા જુદા ખેતરોમાંથી આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયરની ચોરી કર્યાની કબૂલાત કરી છે, જે અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા.
અમરેલી LCB ટીમે ઇલેક્ટ્રિક કેબલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, બે ઇસમોની ધરપકડ


















Recent Comments