અમરેલી

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપનીની કોલોનીમાં ઘરફોડ ચોરીઓકરનાર ત્રણ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૨,૧૮,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડીપાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

 ગુન્‍હાની વિગતઃ-
આશીષકુમારસિંગ શ્રીવિશ્ર્વનાથસિંગ ચૌહાણ, ઉ.વ.૩૮, રહે.લુણસાપુર, સીન્ટેક્ષ કોલોની,
તા.જાફરાબાદ, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૯/૦૮/૨૦૨૫ નાં રોજ પોતે પોતાનું
રહેણાંક મકાન બંધ કરી પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના
અજાણ્‍યા ચોર ઇસમોએ રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી, તીજોરીમાં રાખેલ
રોકડા રૂ.૪૧,૧૦૦/- તથા સોના દાગીના કિં.રૂ.૧૦,૧૩,૦૦૦/- તથા ચાંદીના દાગીના
કિં.રૂ.૭૯,૩૯૯/- મળી કુલ કિં.રૂ.૧૧,૩૨,૬૧૯/- ની ચોરી કરેલ તેમજ કોલોનીમાં આવેલ
અન્ય મકાનોમાં ચોરીની કોશીષ કરી ગુનો કરેલ હોય, જે અંગે આશીષકુમારસિંગએ
અજાણ્‍યા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ આપતા જાફરાબાદ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.
૧૧૧૯૩૦૨૪૨૫૦૨૭૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબનો
ગુન્‍હો રજી. થયેલ.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ
હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં
બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ
કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી
એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા
ઇ.ચા.પોલીસ ઇન્‍સ.શ્રી આર.ડી.ચૌધરી નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા
ઉપરોકત ઘરફોડ ચોરીની સઘન તપાસ શરૂ કરેલ, તેમજ બનાવની જગ્‍યાનું
એફ.એસ.એલ.ના શ્રી એચ.એ.વ્યાસ દ્રારા તપાસણી કરવામાં આવેલ. જે તપાસ દરમ્યાન
FPB FSL પુરાવા મળી આવતા, જે પુરાવા આધારે આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ ચોરીના
બનાવ વાળી જગ્યાની આસપાાસ તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. જે ફુટેજોમા બનાવના
દિવસ દરમ્યાન રોડ રસ્તા ઉપરથી પસાર થયેલ વાહનો ચેક કરતા એક તુફાન ગાડી રજી.નંબર GJ-18-AA-3559
ની શંકાસ્પદ જણાય આવેલ. સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે
એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ચોરીમાં ઉપયોગ કરેલ
વાહન સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓની સઘન પુછ પરછ દરમ્યાન પોતે તથા

પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા,
ઉપરોકત ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) કુંદન વાલસીંગ ભુરીયા, ઉ.વ.૨૮, રહે.કાકડવા, આંબલી ફળીયુ, તા.કુકશી, જિ.ધાર
(મધ્યપ્રદેશ) હાલ રહે. રાયડી ગામની સીમ, તા.ખાંભા, જિ.અમરેલી.
(૨) કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઇ ભુરીયા, ઉ.વ.૨૨, રહે. કાકડવા, સરપંચ ફળીયુ, તા.કુકશી,
જિ.ધાર (મધ્યપ્રદેશ) હાલ રહે.રાયડી ગામની સીમ, તા.ખાંભા, જિ.અમરેલી.
(૩) પ્યારસીંગ કુવરસીંગ બીલવાન, ઉ.વ.૨૩, રહે.બડી ઉતી, બીલવાલ ફળીયુ,
તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) રમેશ વાલસિંગ ભુરીયા રહે.કાકડવા, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૨) મુકેશ કેકુ અલાવા રહે.કાકડવા,તા.કુકશી,જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૩) જગદીશ ચમરીયા અલાવા રહે.કાકડવા, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૪) કલમ ઠેબુ ભુરીયા રહે.કાકડવા, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૧૦,૧૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ. ૮,૦૦૦/- તથા
TEMPO TRAX કંપનીની (તુફાન) ફોરવ્હીલ રજી. નં. GJ-18-AA-3559 કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ
કિં.રૂ.૨,૧૮,૧૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ આરોપીઓની પુછ પરછ કરતા નીચે મુજબ ગુનાની કબુલાત આપેલ છે.
(૧) પકડવાનો બાકી આરોપી રમેશ વાલસિંગ ભુરીયા, મુળ રહે.કાકડવા, તા.કુકશી,
જિ.ધાર (મધ્યપ્રદેશ) હાલ રહે.રાયડી ગામની સીમ, તા.ખાંભા, જિ.અમરેલી વાળાએ
તેના ગામના મિત્રો જગદીશ ચમરીયા અલાવા તથા મુકેશ કેકુ અલાવા તથા કલમ
ઠેબુ ભુરીયા અને તુફાન ગાડીનો ડ્રાઇવર પ્યારસીંગ કુવરસીંગ બીલવાલ રહે.બડી
ઉતી, તા.જોબટ, જિ.અલીરાજપુર વાળાને તેના વતનથી તુફાન રજી. નં.GJ-18-AA-
3559 વાળી લઇ ચોરી કરવા બોલાવી, બાદ ઉપરોક્ત પાંચેય ઇસમો તથા પકડાયેલ
આરોપી કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઇ ભુરીયા તથા કુંદન વાલસીંગ ભુરીયા એમ સાતેય
ઇસમોએ સાથે મળી ગઇ તા.૧૦/૦૮/૨૦૨૫ ના શરૂ રાત્રીના સમયે તુફાન
ફોરવ્હીલમા જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામથી આગળ લુણસાપુર પાસે આવેલ
સીન્ટેક્ષ કંપનીની કોલોની આસપાસ પહોંચી, દીવાલની ફેન્સિંગ કટરથી તોડી,
દિવાલ કુદી, કોલોનીમા પ્રવેશ કરી તેમા બંધ મકાનો દરવાજાના તાળા તથા નકુશા
તોડી રોકડ, સોના તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરી, બાદ વહેલી સવારના
સમયે તુફાનના ચાલકને ફોરવ્હીલ લઇ પરત બોલાવી, તુફાનમા ખાંભા તાલુકાના
રાયડી- પાટી ગામ નજીક સુધી સાતેય સાથે જઇ, ત્યાં રમેશ ભુરીયા, કુંદન ભુરીયા
અને કાલુ ઉર્ફે રાકેશને ઉતારી, ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા

રકમ તુફાનમા લઇ વતનમા જતા રહેલ હોવાની હકકીત જણાવેલ હોય, જે અંગે
જાફરાબાદ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૫૦૨૭૯/૨૦૨૫ બી.એન.એસ.
કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબ ગુનો રજી. થયલ છે.
 પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
 પકડાયેલ આરોપી કુંદન વાલસીંગ ભુરીયા, રહે.કાકડવા, આંબલી ફળીયુ, તા.કુકશી,
જિ.ધાર (મધ્યપ્રદેશ) વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) લાઠી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૪૦૧૯૨ /૨૦૨૪, બી.એન.એસ. કલમ
૩૦૫,૩૩૧(૪).
(૨) લાઠી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૪૦૧૯૪ /૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૫,
૩૩૧(૪).
(૩) અમરેલી રૂરલ પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૩૪૪/૨૦૨૪, બી.એન.એસ. કલમ
૩૦૫(એ), ૩૩૧(૪).
 પકડવાનો બાકી આરોપી મુકેશ કેકુ અલાવા, રહે.કાકડવા,તા.કુકશી,જિ.ધાર
(મધ્યપ્રદેશ) વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) સેકટર ૭ પો.સ્‍ટે. (ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૮૨૨૦૧૪૯/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૭૯
(૨) અડાલજ પો.સ્‍ટે.(ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૧૦૭૫૦/૨૦૨૧, ઇ.પી.કો.
કલમ ૪૫૭,૩૮૦,૧૧૪
(૩) અડાલજ પો.સ્‍ટે.(ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૧૦૬૬૦/૨૦૨૧, ઇ.પી.કો.
કલમ ૪૫૭,૩૮૦,૧૧૪
(૪) અડાલજ પો.સ્‍ટે.(ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૧૦૬૬૩/૨૦૨૧, ઇ.પી.કો.
કલમ ૩૭૯
(૫) અડાલજ પો.સ્‍ટે.(ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૨૦૧૯૭/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૯૫, ૩૯૭, ૪૫૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ .
(૬) વટવા GIDC પો.સ્ટે.(અમદાવાદ) ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૨૦૩૫૪/૨૦૨૨,ઇ.પી.કો.
કલમ ૩૭૯.
(૭) મુદ્રા પો.સ્ટે.(કચ્છ પશ્ર્ચિમ) ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૨૨૨૦૧૨૨/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૩૯૫, ૩૯૮, ૪૫૭, ૩૭૯, ૩૮૦.
(૮) મુદ્રા પો.સ્ટે.(કચ્છ પશ્ર્ચિમ) ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૨૨૨૦૩૦૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૩૭૯, ૧૧૪.

(૯) મુદ્રા પો.સ્ટે.(કચ્છ પશ્ર્ચિમ) ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૨૨૨૦૬૦૮/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૩૭૯, ૫૧૧.
(૧૦) સેવાલીયા પો.સ્‍ટે.(ખેડા) ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૭૦૨૦૨૭૬/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૪૫૭, ૩૮૦, ૩૭૯, ૧૧૪, ૫૧૧ .
(૧૧) સીટી એ ડીવી પો.સ્‍ટે.(ભરૂચ) ગુ.ર.નં.૧૧૧૯૯૦૧૦૨૨૦૪૫૬ /૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૭૯
(૧૨) હાલોલ ટાઉન પો.સ્‍ટે.(પંચમહાલ) ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૮૨૨૦૨૨૧/૨૦૨૨,
ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪.
(૧૩) હળવદ પો.સ્ટે. (મોરબી) ગુ.ર.નં.૧૧૮૯૦૦૧૨૨૦૪૨૪/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૩૭૯
(૧૪) લોધીકા પો.સ્ટે.(રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૩૦૨૨૦૨૦૧/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૩૭૯, ૧૧૪
(૧૫) ઘોઘા રોડ પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૯૮૦૦૬૨૨૧૨૦૩/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪.
 પકડવાનો બાકી આરોપી રમેશ વાલસિંગ ભુરીયા રહે.કાકડવા, તા.કુકશી, જિ.ધાર
(મધ્યપ્રદેશ) વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) સેવાલીયા પો.સ્‍ટે.(ખેડા) ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૭૦૨૦૨૭૬/૨૦૨૨, ઇ.પી.કો. કલમ
૪૫૭, ૩૮૦, ૩૭૯, ૧૧૪, ૫૧૧ .
(૨) અડાલજ પો.સ્‍ટે.(ગાંધીનગર) ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૨૦૧૯૭/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૯૫, ૩૯૭, ૪૫૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ .
 પકડવાનો બાકી આરોપી કલમ ઠેબુ ભુરીયા રહે.કાકડવા, તા.કુકશી, જિ.ધાર
(મધ્યપ્રદેશ) વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) ઉદ્યોગનગર પો.સ્‍ટે.(પોરબંદર) ગુ.ર.નં.૧૧૨૧૮૦૧૦૨૨૦૫૩૩ /૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪, ૫૧૧ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા ઇ.ચા. પોલીસ ઇન્‍સ.શ્રી આર.ડી.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા એ.એસ.આઇ.

યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા, હરેશસિંહ પરમાર, રાહુલભાઇ ચાવડા,
કનાભાઇ સાંખટ તથા હેડ કોન્‍સ. તુષારભાઇ પાંચાણી, જયેન્દ્રભાઇ બસીયા, મનીષભાઇ
જાની, ગોકુળભાઇ કળોદરા, મહેશભાઇ રાઠોડ, દશરથસિંહ સરવૈયા, આદિત્યભાઇ
બાબરીયા, અશોકભાઇ કલસરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી, જાહીદભાઇ મકરાણી,
મહેશભાઇ મુંઘવા, હરેશભાઇ કુવારદાસ તથા પો.કોન્‍સ. પરેશભાઇ દાફડા, ભાવિનગીરી
ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, અશોકભાઇ સોલંકી, રમેશભાઇ સીસારા, પરાક્રમસિંહ
ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts