અમરેલી

સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ખૂન કરેલ હાતલમાં મળી આવેલ લાશઅંગેના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી, આરોપીને પકડી પાડી, અનડીટેકટ ખૂનનોગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

 ગુનાની વિગતઃ-

ગઇ તા.૨૬/૦૮/૨૫ ના ક.૧૬/૪૫ મઢડા ગામે પાદરે કરલા ગામ
જવાના જુના રસ્તે જીલુભાઇ ખોખાભાઇ વાઘોશી ઉ.વ. ૫૫ રહે.મઢડા, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી વાળાને કોઇ અજાણી વ્યક્તિએ કોઇપણ કારણોસર કોઇ તિક્ષ્ણ અથવા
બોથડ હથિયાર વડે માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી મોત
નિપજાવી ગુનો કરેલ હોય જે અંગે મરણજનારના ભત્રીજા બાબુભાઇ જેઠુડભાઇ
વાઘોશી ઉ.વ.૪૭ રહે.મઢડા, પ્લોટ વિસ્તાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ
ફરીયાદ જાહેર કરતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન એ પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૫૦૩૧૯/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ
૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો અજાણ્‍યા આરોપી વિરૂધ્‍ધ
રજી. થયેલ.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ઉપરોકત
ખૂનનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપેલ હોય, અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ ઉપરોકત અનડીટેકટ ખૂનના ગુનાને અંજામ
આપનાર આરોપીને શોધી કાઢી, ખૂનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવા માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે સાવરકુંડલા ડિવિઝનના ઇ.ચા. મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી
જયવીર ગઢવી સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી

વી.એમ.કોલાદરા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.પોલીસ ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. તથા સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમો બનાવી, અજાણ્યા આરોપી
અંગે સઘન તપાસ કરવામાં આવેલ. બનાવ સ્થળ તથા આજુ બાજુના વિસ્તારો ચેક કરવામાં આવેલ
તેમજ મરણ જનારના પરીવાર તથા આજુ બાજુમાં રહેતા રહીશોની તપાસ કરવામાં આવેલ. તપાસ
દરમ્યાન મરણ જનાર જીલુભાઇ ખોખાભાઇ વાઘોશીને તેના ભત્રીજા ઘોહાભાઇ સાથે
અણબનાવ ચાલતો હોવાની હકિકત ધ્યાને આવેલ જે અન્વયે મજકુરની સઘન પુછ
પરછ કરતા પોતે જ તેના કાકા જીલુભાઇ ખોખાભાઇ વાઘોશીનું ખૂન કરેલ હોવાની
કબુલાત આપતા અનડીટેકટ ખૂનનો ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
ઘોહાભાઇ બચુભાઇ વાઘોશી,ઉ.વ.૪૭, રહે.મઢડા, પ્લોટ વિસ્તાર, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી.

 પકડાયેલ આરોપીની પુછ પરછ દરમિયાન ખુલવા પામેલ હકિકતઃ-
પકડાયેલ આરોપીની પુછ પરછ કરતા પોતે જણાવેલ કે આ જીલુભાઇ
ખોખાભાઇ વાઘોશી અપરણીત હોય, પોતાની સાથે રહેતા હતા. થોડા સમય પહેલા
ઘેટા બકરા વેચેલ તેના પૈસા આવેલ જે પૈસાથી તેમણે વાડામાં કામ કરાવેલ અને
ભેંસો લાવેલ અને બાકીના પૈસા વાપરી ગયેલ. તેઓ અવાર નવાર પોતાની પાસેથી
પૈસા લઇ જતા અને જો તેમને કાંઇ પણ પુછતા તો તે ભાગની જમીન વહેચી
નાખવાનું કહેતા અને જેમ ફાવે તેમ વર્ણન કરતા અને અપશબ્દો બોલતા હતા. જેનો
ખુબ ત્રાસ હોય, જેથી પોતાને અવાર નવાર તેમને મારી નાખવાનો વિચાર આવતો
હતો. ગઇ તા.૨૫/૦૮/૨૦૨૫ નાં રોજ પોતે તથા પોતાના કાકા જીલુભાઇ વાડીએ
એકલા હોય અને પોતાને મોકો મળતા રાત્રીના જીલુભાઇ ખાટલામાં સુતા હોય, તે
વખતે કુહાડી અને લાકડાના બડીયા વડે માર મારી, જીલુભાઇનું મોત નિપજાવી અને
જીલુભાઇની લાશ વાડીએથી ઉચકીને ગામ બાજુ લઇ ગયેલ અને એક પાણી ભરેલ
ખાડામાં નાખી દીધેલ હોવાની હકિકત જણાવેલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ઇ.ચા. મદદનીશ પોલીસ
અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પોલીસ ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી તથા
અમરેલી એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા સાવરકુંડલા રૂરલ પો.સ.ઇ.શ્રી બી.પી.પરમાર તથા
અમરેલી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા
તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી, જયેન્દ્રભાઇ બસીયા, પરેશભાઇ
દાફડા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts