અમરેલી

અમરેલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 155 કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ

અમરેલી જિલ્લામાં ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર મામલે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકની આડમાં કરાયેલું કરોડો રૂપિયાની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે SOGએ 155 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ સાથે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક માહિતી મુજબ, SOGની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે SOGની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટીમને ખેતરમાં કપાસના પાકની વચ્ચે છૂપાવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન SOGએ 155 કિલોગ્રામના 48 ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત રૂ.77.93 લાખ આંકવામાં આવે છે. અમરેલી SOGએ ગેરકાયદે ગાંજાનું વાવેતર કરતાં છના હરી પંચાલા (ઉં.વ. 50) નામના આરોપીની ધરપકડ કરી છે અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Related Posts