અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના
મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને
ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અમરેલી તાલુકાના માલવણવિલેજ
પોર્શન, કેરીયાનાગસ વિલેજ પોર્શન, કમીગઢ વીલેજ પોર્શન, સરંભડાપરા એપ્રોચ રોડ અને કુંકાવાવ તાલુકાના તરઘરી થી
ખજુરીપીપળીયા, જુનાબાદનપુર બાંભણિયા રોડ, હનુમાન ખીજડીયાચારણ સમઢીયાળા રોડ, સણોસરા બરવાળા
બાવીશી રોડ, અમરાપુર બરવાળા બાવીશી રોડ, દેવગામ સારીંગપુર બળેલપીપરીયા રોડ, જીથુડી ગામે બસ સ્ટેન્ડથી
ખોડિયાર પ્લોટમાં જવાનો રસ્તાના નવા સ્ટ્રક્ચર/સ્લેબડ્રેન/પ્રોટેક્શન વોલના કુલ ૧૧ કામો રૂા. ૯.૩૦ કરોડના ખર્ચે ટૂંક
સમયમાં હાથ ધરવામાં આવશે.
રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક
વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.


















Recent Comments