અમરેલી

અમરેલી શહેરમાંથી પસાર થતા “વિકાસ પથ” પર જેટકો ઓફિસથી અમરેલી બાયપાસ સુધી (૫૦૦ મીટર)ના માર્ગ પર સી.સી.રોડ અને પેવર બ્લોકની કામગીરી માટે રૂ. ૨ કરોડના કામને મંજૂરી અપાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રીકૌશિક વેકરિયા.

અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના
મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક
રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમરેલી શહેરમાં આવેલ જેટકો ઓફિસથી અમરેલી
બાયપાસ સુધી ૫૦૦ મીટર લંબાઇ અને ૭ મીટર પહોળાઇના સી.સી. રોડ અને પેવર બ્લોકની કામગીરી માટે રૂ. ૨ કરોડના
કામને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ અમરેલી શહેરના પ્રજાજનોનને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક
વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts