શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત અર્બન લાઇવલીવુડ મિશન ગાંધીનગર ના સૌજન્ય થી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અમરેલી નગરપાલિકા કચેરી દ્વારા 01/03/2026 થી 10/03/2026 સુધી કુલ 10 દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ) નું આયોજન સીનીયર સિટીઝન પાર્ક, સેંટર પોઈન્ટ અમરેલી ખાતે કરવામાં આવેલ હતું. આ સ્વદેશી મેળા નું ઉદઘાટન માન. મંત્રી શ્રી કૌશિકભાઈ વૈકરીયા (માન. મંત્રીશ્રી, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા) દ્વારા કરવામાં આવેલ હતું. સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સૂત્ર ને સાર્થક કરતા સ્વ સહાય જૂથના બહેનો તેમજ લોકલ વેપારી દ્વારા ઉપરોક્ત દિવસો દરમિયાન સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી અને કુલ 10 દિવસો દમિયાન રૂ.14,50712/- જેવી માતબર રકમની આવક પ્રાપ્ત કરેલ છે. અને પોતાની આજીવિકા ના વધારાની સાથોસાથ રાજ્ય અને દેશ ની આર્થિક પ્રગતિમાં અનેરૂ યોગદાન આપેલ છે.
અમરેલી નગરપાલિકા કચેરી દ્વારા 01/03/2026 થી 10/03/2026 સુધી કુલ 10 દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ) ને મળી અદભૂત સફળતા














Recent Comments